તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:વ્યારામાં મોબાઈલનો વપરાશ કરતાં પકડાયેલી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીધી, મોબાઈલ કોણે આપ્યો તેવું પરિવારે પૂછતા 13 વર્ષની કિશોરીએ જીવન ટૂંકાવ્યુ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોડોશી યુવકે આપેલા ફોન સાથે પરિવારે પકડી પાડેલી કિશોરીએ આપઘાત કરી લીધો હતો. - Divya Bhaskar
પોડોશી યુવકે આપેલા ફોન સાથે પરિવારે પકડી પાડેલી કિશોરીએ આપઘાત કરી લીધો હતો.
  • દીકરીને ગૂમાવ્યા બાદ પરિવારને જાણ થઈ કે પાડોશી યુવકે ફોન અપાવેલો

વ્યારાના ચીખલપાડામાં મોબાઇલ ફોનનો વપરાશ કરતી દીકરી પકડાઈ ગયા બાદ પરિવારે ઠપકો આપ્યો હતો. ગુસ્સે થયેલા માતા-પિતા અને દાદા-દાદી હવે વાત પણ નહીં કરે એવા ડરથી કિશોરીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. કિશોરીએ 10 ફેબ્રુઆરીની બપોરે પીધેલી દવાની અસર11 મીના મળસ્કે થઈ હતી. ઉલટી કરતાં પિતાને કહ્યું કે, મે દવા પીધી છે. જેથી પરિવારે ભાગદોડ કરી નાખી હતી. વ્યારા રેફરલ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધોરણ 8માં અભ્યાસ કરતી કિશોરી મોતને ભેટી હતી.

બાળકી પાસે ફોન જોઈને પૂછપરછ કરી હતી
ધોરણ 8ની મૃતક તેજસ્વીના પિતા અનિલ ગામીતએ જણાવ્યું હતું કે, છેલ્લા 2-3 દિવસથી જ એ ફોન વાપરતી હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું. આ બાબતે તેની પૂછપરછ કરી હતી. ફોન કોણે આપ્યો તેવું પૂછ્યું પણ કશું બોલી ન હતી. એટલે થોડો ગુસ્સો કર્યો હતો .ત્યારબાદ બધા જ પોત-પોતાના કામે લાગી ગયા હતા. 11 ફેબ્રુઆરીના રોજ મળસ્કે તેજસ્વીની તબિયત બગડી હતી. ઉલટી કરતા-કરતા બોલી પપ્પા.. પપ્પા એક વાત કહું મેં દવા પીધી છે.. આ વાત સાંભળી ધ્રુજારી આવી ગઈ હતી.

સારવાર દરમિયાન મોત
ભાન ભૂલેલી દીકરીના આવા કૃત્ય બાદ તેને ગંભીર હાલતમાં જ મોપેડ ઉપર તાત્કાલિક ગામના દવાખાને લઈ ગયા હતા. જયાંથી 108માં વ્યારા રેફરલ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે દીકરીએ છેલ્લો શ્વાસ લઈ પરિવારને રડતા કરી દીધા હતાં.દીકરી ભણવામાં હોશિંયાર હોવાનું કહેતા પિતાએ ઉમેર્યું કે, આશાસ્પદ દીકરી હતી.

પાડોશી યુવકે મોબાઈલ આપ્યો હતો
અનિલ ગામીત વધુમાં કહ્યું હતું કે, ધોરણ-8 માં અભ્યાસ કરતી દીકરી પાસેથી અચાનક મોબાઈલ ફોન મળી આવવો આઘાત જનક હતું. પાછળથી ખબર પડી કે પાડોશીએ આપ્યો હતો. હવે દીકરી ગુમાવ્યા બાદ પાડોશી યુવકને કહીને પણ શું ફાયદો, તેજસ્વી ખૂબ હોશિયાર અને ઘરમાં બધાની લાડકી હતી. એક નાનકડી વાતના જવાબ આપવાને બદલે એણે જિંદગીની સાથે પરિવારને જવાબ આપી દીધો એ દુઃખદ કહી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો