અકસ્માત:મોટા વરાછામાં મોપેડ ડિવાઈડર સાથે ભટકાતાં ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે બુક લેવા નીકળ્યો હતો, વિદ્યાર્થિની ગંભીર હાલતમાં

મોટા વરાછા કંકુબા સર્કલ પાસેથી પસાર થતા મોપેડ સવાર વિદ્યાર્થીએ મોપેડ પરથી કાબુ ગુમાવી દેતા મોપેડ ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઘવાયેલા ધોરણ-10ના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મોપેડ પર વિદ્યાર્થી સાથે સવાર સહઅધ્યાયી વિદ્યાર્થિની ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે દાખલ કરાઈ હોવાનું તેમજ તેની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.નાના વરાછા સવજી કોરાટ બ્રિજ પાસે ધર્મીષ્ઠાપાર્ક સોસાયટીમાં રહેતો ભવ્ય દિપકકુમાર મુલાણી(15) સોમવારે બપોરે તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની રિધ્ધી શૈલેષભાઈ ઠુમ્મર(15) સાથે મોપેડ પર બુક લેવા માટે નીકળ્યો હતો.

બન્ને જણા મોટા વરાછા કંકુબા સર્કલથી ગોપીનગામ તરફ જતા રિંગરોડ પરથી પસાર થતા હતા. ત્યારે ભવ્યએ મોપેડ પરથી કાબુ ગુમાવતા મોપેડ ડિવાઈડ સાથે ભટકાયું હતું. ભવ્ય ગંભીર રીતે ધવાતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે રિધ્ધી ગંભીર રીતે ઘવાઈ હતી. અકસ્માત સમયે નજીકની કન્સટ્રક્શન સાઈટ પર હાજર કર્મીઓ તાત્કાલિક દોડી આવી 108ને જાણ કરી રિધ્ધીને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...