સુરતના ગૌરવમાં વધારો:એઈમ્સની પરીક્ષામાં સુરત સિવિલ હોસ્પિટલના નવ નર્સિંગ સ્ટાફ ઉત્તીર્ણ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટીલે ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી. - Divya Bhaskar
પાટીલે ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી.
  • નર્સિંગ સ્ટાફની 6 યુવતીઓ અને ૩ યુવકો પરીક્ષામાં ઉત્તીર્ણ

ઓલ ઈન્ડિયા મેડિકલ સાયન્સીસ(એઈમ્સ) દ્વારા ગત નવેમ્બરમાં હાથ ધરવામાં આવેલી પરીક્ષામાં દેશભરના લાખો યુવક-યુવતીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સ્ટાફની 6 યુવતીઓ અને ૩ યુવકો પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સિવિલ હોસ્પિટલનું ગૌરવ વધાર્યું છે.

આરોગ્યક્ષેત્ર માટે ઉચ્ચ અભ્યાસની તકો વધી
આ સિદ્ધિ બદલ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવક-યુવતીઓ નર્સિંગ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં 50થી વધુ ડિગ્રી નર્સિગ કોલેજો મળી છે. 360 જેટલી નર્સિગ ઈન્સ્ટીટ્યૂટ મળવાથી ગુજરાતના યુવક-યુવતિઓ માટે આરોગ્યક્ષેત્ર માટે ઉચ્ચ અભ્યાસની તકો વધી છે. ઉત્તીર્ણ થયેલા યુવક-યુવતિઓ ગરીબ દર્દીઓની સેવા કરીને ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ધારાસભ્ય સંગીતા પાટીલ તમામને શુભેચ્છાઓ પાઠવી.
ધારાસભ્ય સંગીતા પાટીલ તમામને શુભેચ્છાઓ પાઠવી.

રાજકોટ, આંધ્રપ્રદેશ, નાગપુર, ભોપાલ અને દિલ્હીમાં ફરજ
નોંધનીય છે કે, અગાઉ એઈમ્સની પરીક્ષામાં જુજ પ્રમાણમાં ગુજરાતના યુવાઓની પસંદગી થતી હતી. પરંતુ આ વર્ષે રાજ્યભરના 25થી વધુ નર્સિગ સ્ટાફે પરીક્ષા પાસ કરી છે. જે પૈકી ત્રણને રાજકોટ, એકને આંધ્રપ્રદેશ, બેને નાગપુર, એકને ભોપાલ અને બે ઉમેદવારોને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલોમાં ફરજમાં જોડાવાની તક પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...