તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવી મજબૂરી:ગેટ ક્યારે ખોલાશે? સુરત સિવિલ હોસ્પિટલમાં કૂદીને કોરોના દર્દીઓના સંબંધીઓ-નર્સિંગ સ્ટાફ પ્રવેશ કરે છે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકો તો ઠીક નર્સિંગ સ્ટાફ માટે પણ સિવિલના ગેટ ખૂલતા નથી. - Divya Bhaskar
લોકો તો ઠીક નર્સિંગ સ્ટાફ માટે પણ સિવિલના ગેટ ખૂલતા નથી.
  • નર્સિંગ સ્ટાફને પણ કૂદીને જવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચવું એટલે અગવડતાનો સામનો કરવા જેવું છે. એવું કહી શકાય કે જાણે સરળતાથી સિવિલ હોસ્પિટલમાં પહોંચે તો એ સિવિલ હોસ્પિટલ નહીં. સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ કંઈક ને કંઈક એવી અગવડતા ઉભી થાય છે કે જેનાથી દર્દીઓ અને તેના સંબંધીઓ પરેશાન થઈ જાય છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી કોઈપણ ખાનગી એમ્બ્યુલન્સ અંદર પ્રવેશી શકતી નથી તેમજ 108ને પણ અંદર હાલ પ્રવેશવા દેવામાં આવતી નથી. સુરત નવી સિવિલ હોસ્પિટલના ગેટને બંધ કરી દેવાતા કોરોના દર્દીઓના સંબંધીઓ સહિત નર્સિંગ સ્ટાફ અંદર કેવી રીતે પ્રવેશે તે એક મોટી મૂંઝવણ ઉભી થાય છે.

ગેટ બંધ હોવાથી બાજુમાંથી કૂદીને લોકો અંદર પ્રવેશ કરે છે.
ગેટ બંધ હોવાથી બાજુમાંથી કૂદીને લોકો અંદર પ્રવેશ કરે છે.

ગેટ બંધ હોવાથી મહિલાઓ-વયોવૃદ્ધને ભારે મુશ્કેલી
સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓના સંબંધીઓ હોસ્પિટલમાં પ્રવેશવા માટે ગેટ ઓળંગીને જવું પડે છે. ગેટ બંધ હોવાના કારણે મહિલાઓ અને વયોવૃદ્ધ વ્યક્તિઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ગેટ બંધ કરવા પાછળનો કારણ સમજાતું નથી. મહિલાઓ જે રીતે ગેટ ઓળંગી રહી છે તે જોતા તેમનો પડી જવાનો પણ ભય રહેલો છે તેઓ ગેટ ઓળંગતી વખતે ઇજાગ્રસ્ત થઇ શકે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. ગઇકાલે પણ આ જ પ્રકારે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે કે માત્ર દર્દીના સગાઓ નહીં પરંતુ નર્સિંગ સ્ટાફને પણ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીવીલ હોસ્પિટલ કેમ્પસ ખૂબ જ વિશાળ હોવાથી એક ગેટ પરથી બીજા ગેટ પર જવા માટે લાંબુ અંતર ચાલવું પડે છે.

વદ્ધોને પણ કૂદીને વધુ પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વદ્ધોને પણ કૂદીને વધુ પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સિક્યોરિટી ગાર્ડ જેતા હોવા છતાં કંઈ કરતા નથી
ગેટ બંધ હોવાની સ્થિતિમાં સિક્યુરિટી ગાર્ડ પણ સતત સ્ટાફ મેમ્બરને દર્દીના સગાઓ સાથે ઊદ્ધતાં ભર્યું વર્તન કરતા હોય છે. મહિલાઓ ગેટ ઓળંગવા માટે પ્રયાસો કરતાં જોવા છતાં પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ કરતા નથી. ગેટ ખોલીને તેમને અંદર જવા દેતા નથી. કદાચ સિવિલ તંત્ર દ્વારા જરૂરિયાત વગરના લોકો સિવિલ હોસ્પિટલમાં અવરજવર ન કરે તેના માટે પણ જો આ નિર્ણય લેવાયો હોય તો દર્દીઓના સગા સબંધીઓને અંદર પ્રવેશવા દેવા માટે ઓળખકાર્ડ જેવી સુવિધા હોવી જોઈએ જેથી કરીને તેઓ સરળતાથી અંદર પ્રવેશી શકે અને સિક્યુરિટી ગાર્ડ સાથે ખોટી રકજક ઊભી ના થાય.