કોરોના સુરત LIVE:સ્ટાફ નર્સ, સુપરવાઈઝર, રત્નકલાકાર, ટીચર સહિતના લોકો સંક્રમિત, એક્ટિવ કેસ 575 થયા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 208980 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 77 કેસ નોંધાયા હતા. શહેરમાં 50 અને જિલ્લામાં 28 મળી શહેર-જિલ્લામાં 78 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 575 થઈ છે. સ્ટાફ નર્સ, સુપરવાઈઝર, રત્નકલાકાર, ટીચર સહિતના લોકો સંક્રમિત થયા છે.

78 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 38 અને જિલ્લામાં 39 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 77 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 208980 થઈ છે. શહેરમાં 50 અને જિલ્લામાં 28 મળી શહેર-જિલ્લામાં 78 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206164 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસની સંખ્યા 575 થઈ
જિલ્લામાં સતત વધી રહેલા કેસને પગલે એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં 332 અને જિલ્લામાં 243 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 575 થઈ છે. શહેર સામે આવેલા પોઝિટિવ કેસમાં સ્ટાફ નર્સ, સુપરવાઈઝર, રત્નકલાકાર, કેરટેકર, ટીચર, ટેક્ષટાઈલ વર્કર, સુપ્રિન્ટેન્ડન્ટ, પેઈન્ટર, ઈલેક્ટ્રિશ્યન સહિતના સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...