દેખાવ:ST કર્મચારીઓની હડતાળ હાલ પુરતી મોકૂફ, મોડી રાતથી હડતાળ પર ઉતરવાના હતા, માસ સીએલની ચીમકી આપી હતી

સુરતએક મહિનો પહેલા
કર્મચારીઓએ ચીમકી આપતાં કહ્યું કે, યોગ્ય નિર્ણય નહી લેવાય તો બસ ચલાવવામાં આવશે નહી.
  • દેખાવા યોજીને કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી કહ્યું હતું કે, નિર્ણય ન લેવાય તો પૈડા થંભી જશે

એસ.ટી નિગમના ત્રણેય સંગઠનોની વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં ત્રણેય સંગઠનના પ્રતિનિધિઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ વિભાગે એસટી કર્મચારીઓના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપી છે. જેને લઇને કર્મચારીઓની માસ સીએલ પર જવાની જાહેરાતને પરત લેવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓ પડતર માગોને લઈને ઘણા સમયથી દેખાવો યોજી રહ્યાં હતા. કર્મચારીઓસાતમા પગાર પંચ સહિતનાં 20 પ્રશ્નોને લઈને ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યા હતા. જેના ભાગરૂપે સુરતના એસ.ટી ડેપો ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ દ્વારા અહી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

સાતમા પગાર પંચ સહિતનાં 20 પ્રશ્નો ને લઈને આખા ગુજરાત માં એસ ટી નાં તમામ કામદારો આંદોલન કરી રહ્યા હતા. અગાઉ હાથ પર કાળી પટ્ટી બાંધી અને અલગ અલગ તારીખે સુત્રોચાર તેમજ અલગ અલગ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં એસટીના કર્મચારીઓની માંગ પૂર્ણ થઇ નથી. ત્યારે આજે ફરી એક વખત વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના એસટી ડેપો ખાતે કર્મચારીઓ એકઠા થયા હતા અને વિવિધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે જો આજ રાત સુધીમાં જો માંગ પૂરી નહી થાય તો રાતે 12 વાગ્યાથી એસટી બસોના પૈડા થભી જશે. 45 હજાર કામદારો હડતાળ પર ઉતરી જશે. જેથી 8 હજાર બસના પૈડા થભી જશે.

સરકાર ઝડપથી માગો સ્વિકારે તેવી માગ કર્મચારીઓ કરી રહ્યાં છે.
સરકાર ઝડપથી માગો સ્વિકારે તેવી માગ કર્મચારીઓ કરી રહ્યાં છે.

બસ થંભાવવાની ચીમકી
કાર્યકરી પ્રમુખ બીપીનભાઈએ જાણાવ્યું હતું કે અનેક વખત અમારા પ્રશ્નો સરકાર સુધી પહોચાડવામાં આવ્યા છે. સરકાર દ્વારા આંખ આડા કાન કરી ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું છે. હવે અમે સંયમ રાખવા તૈયાર નથી. આજે રાત સુધીમાં જો અમારી માંગ પૂરી નહિ થાય તો 45 હજાર કામદારો હડતાલ પર જશે. જેને લઈને 8 હજાર બસોના પૈડા થભી જશે. એટલું જ નહી આગામી સમયમાં જેલભરો આંદોલન આવે તો પણ તૈયાર છીએ. વિધાનસભાનો ઘેરાવ કરવાનો થાય તો તે પણ અમારી તૈયારી છે.

પગાર વધારા સાથે 20 મુદ્દાઓ સાથે લડત ચલાવાઈ રહી છે.
પગાર વધારા સાથે 20 મુદ્દાઓ સાથે લડત ચલાવાઈ રહી છે.

મુસાફરો મુંજવણમાં
ઉલ્લેખનીય છે કે, સામી દિવાળીએ એસટીના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અને જો કદાચ આજે રાતે 12 વાગ્યાથી એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરે તો એસટી વિભાગને કરોડો રૂપિયાનું નુકશાન તો થઇ જ શકે છે. આ ઉપરાંત લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે. ત્યારે સાંજ સુધીમાં આ મામલે કોઈ નિરાકરણ આવશે કે કેમ તે પણ એક મોટ સવાલ સાથે મુંજવણ અનુભવી રહ્યાં છે.