દેખાવો:સુરતમાં ST નિમગના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન,પડતર માગોને લઈ કાળી પટ્ટી બાંધી નારેબાજી કરી

સુરત4 મહિનો પહેલા
એસટી નિગમના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • 300 જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને માગો બુલંદ બનાવી

સુરત જો માગણી નહિ સ્વીકારાય તો 8 મી થી ચક્કાજામ ની ચીમકી આપી સુરત ST ના કર્મચારીઓએઆજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર માંગણીઓને લઈ એસટીના 300 કામદારોએ વિરોધમાં જોડાયા હતા. વરાછા લંબે હનુમાન રોડ ખાતે એસટી નિગમ ના કંપાઉન્ડમાં વિરોધ પ્રદર્શન કરી ST ના કર્મચારીઓએ નવી સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કર્યો છે.

કર્મચારીઓએ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કર્મચારીઓએ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પડતર માગોને લઈને પ્રદર્શન
વર્ષો જૂની પડતર માંગણીઓને લઈ બે દિવસ અગાઉ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. સાતમા પગારપંચ સહિત 20 પડતર માંગણીઓનો સરકાર સ્વીકાર નહિ કરે તો ચક્કાજામ જેવા કાર્યક્રમો આપી પ્રદર્શન કરીશું એમ જણાવ્યું હતું.કર્મચારીઓએ વર્ષોથી થઈ રહેલા અન્યાયને લઈને આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની પણ તત્પરતા દર્શાવી છે.

પડતર માગણીઓનો ઝડપથી ઉકેલ આવે તે માટે માગ કરાઈ હતી.
પડતર માગણીઓનો ઝડપથી ઉકેલ આવે તે માટે માગ કરાઈ હતી.

20 જેટલી માગણીઓ પડતર
સેટલમેન્ટ કરાર મુજબ 7માં પગારપંચની અમલવારીથી ચુકવવાપાત્ર હતો. ઓવર ટાઈમ પાલી અસર સાથે તાત્કાલીક ચુકવી આપવા સહિતની કર્મચારીઓ દ્વારા રાજ્યભરમાં 20 માગણીઓ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ માગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...