તંત્ર:એસઆરપી જવાનો જીવના જોખમે જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂમમાં પાણી કે ટોયલેટ-બાથરૂમની સુવિધા પણ નથી

કોરોનાની મહામારીમાં પોલીસની સાથે ખડેપગે તૈનાત રહેનાર SRPના જવાનો જીવના જોખમે સુરત પોલીસ કમિશનર કચેરીમાં જૂની વાયરલેસ ઓફિસની જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર છે. જવાનો જે જગ્યાએથી પ્રવેશ કરે છે તેનો સ્લેબ ગમે ત્યારે પડી શકે છે. આવી સ્થિતિમાં પણ એસઆરપીના જવાનોએ રહેવંુ પડે છે. ઉપરથી પાણીની કે ટોયલેટ-બાથરૂમની કોઈ સુવિધા નથી. આ બિલ્ડિંગમાં સૌથી પહેલા પોલીસ વેલ્ફેર કેન્ટીન હતી ત્યાર બાદ તેમાં વાયરલેસ ઓફિસ બનાવવામાં આવી હતી. બિલ્ડિંગ જર્જરિત હોવાને કારણે વાયરલેસ ઓફિસ પોલીસ હેડક્વાર્ટરમાં શિફ્ટ કરાઈ છે. પરંતુ ત્યાર બાદ આ બિલ્ડિંગનું કોઈ સમારકામ કરાયું નથી. જર્જરિત બિલ્ડિંગમાં હાલ અમદાવાદ જિલ્લાના વીરમગામની એસઆરપી ગ્રુપ-20 છેલ્લા એક મહિનાથી રહે છે. એસઆરપીની 2 ટુકડીમાં 20-20 માણસો પૈકી એક ગ્રુપ દિવસમાં અને બીજુ ગ્રુપ રાતે ડ્યૂટી કરે છે. એસઆરપીના જવાનોએ તેના ઉપલા અધિકારીને પણ રજૂઆત કરી હતી.

કોરોનાને કારણે કામગીરી થઈ નથી
અમે બે પોર્ટેબલ હટ મંગાવ્યા છે. જેને પોલીસ કમિશનર કચેરીમાં ટૂંક સમયમાં મુકવામાં આવશે. જેમાં ટોયલેટ-બાથરૂમ સહિત તમામ સુવિધા છે. પોર્ટેબલ હટ આવી ગયા પછી એસઆરપીની રહેવાની સમસ્યાનું હલ થશે. અત્યારે કોરોનાને કારણે સમયમાં વિલંબ થયો છે. - એમ.એમ.રાઠોડ, પીઆઈ-હેડ કવાર્ટર

અન્ય સમાચારો પણ છે...