તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રચના:3904 કરોડની તાપી રિવરફ્રન્ટ યોજના માટે SPVની રચના થઇ, SPV ચેરમેન સરકારના પ્રતિનિધિ, મ્યુ.કમિશનર મે.ડાયરેક્ટર રહેશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

રૂંઢથી કઠોર બ્રિજ સુધી તાપી નદીના બંને કાંઠાને નવસાધ્ય કરી રૂપિયા 3904 કરોડના તાપી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ યોજનાના અમલીકરણ માટે સ્પેશ્યલ પર્પઝ વિહીકલ (એસપીવી)ની રચના થઇ ગઇ છે. ગર્વમેન્ટ ઓફ ગુજરાતના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટમાંથી એસ.પી.વીની રચના માટેનો પત્ર ગુરુવારે પાલિકાને આવી ગયો છે. સ્પેશ્યલ પર્પઝ વિહીકલમાં ચેરમેન તરીકે ગુજરાત સરકારના નોમીનેટેડ ડાયરેક્ટર રહેશે. જ્યારે ડાયરેક્ટર મેયર, કલેક્ટર, સુડા ચેરમેન, સિટી ઇજનેર, સિંચાઇ વિભાગના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિર રહેશે. મેનેજીંગ ડાયરેકટર તરીકે મ્યુ.કમિશનરની નિમણૂંક કરવામાં આવી છે.

વર્ષ અગાઉ સ્થાયીમાં એસપીવી માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલવા મંજૂર કરાય હતી. વર્ષ બાદ સરકાર દ્વારા પ્રોજેકટના અમલીકરણ માટે એસપીવી બનાવી છે. નદીના બંને કાંઠાને નવસાધ્ય કરી બાગબગીચા, ભૂલકાઓના આનંદ-પ્રમોદ માટે ક્રિડાંગણ, વોક-વે સહિતના અન્ય મનોરંજનના પ્રકલ્પો સાકાર થશે.

પાલિકા કમિશનરને સ્ટેન્ડિંગ કમિટી સમકક્ષ પાવર અપાતા હવે નવા વિકાસના કામો થશે
ગત 13 ડિસેમ્બરે નગરસેવકોની ટર્મ પૂર્ણ થતાં સરકારે પાલિકામાં વહીવટીદાર તરીકે મ્યુ.કમિશનરની નિમણૂક કરી હતી. જોકે, મ્યુ.કમિશનર ક્યાં કામો કરી શકશે? ક્યાં નહિં કરી શકશે? તે માટે કોઇ સપષ્ટતા થઇ ન હતી. દરમ્યાન ગુરુવારે રાજ્ય સરકારનો પત્ર આવ્યો છે કે, જેમાં મ્યુ.કમિશનરને સ્ટેન્ડિંગ કમિટી જેટલી સત્તા આપી છે. વહીવટીદાર એવા મ્યુ.કમિશનર બંછાનિધી પાની નવા ટેન્ડર બહાર પાડી શકશે અને સાથે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર પણ કરી શકશે. જ્યારે નિતી વિષયક નિર્ણય લઇ શકશે નહિં. મ્યુ.કમિશનરને સ્ટેન્ડિંગ સમકક્ષ પાવર અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો