અડાજણ પોલીસ ઊંઘતી રહીને બીજીવાર ગાંધીનગરની વિજીલન્સની ટીમે અડાજણ ગૌરવ પથ રોડ પર ગોથીક હેરીટાઇઝ એપાર્ટમેન્ટના ફલેટમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા સટ્ટોડીયાને પકડી પાડયો છે. સટ્ટોડીયા આકાશ રમેશ ચાંદરાણી(રહે,ગોથીક હેરીટાઇઝ, અડાજણ)પાસેથી વિજીલન્સની ટીમે લેપટોપ, 29 મોબાઇલ, રાઉટર, ચાર્જર, રોકડ સહિત 82690નો મુદામાલ કબજે કર્યો છે.
જયારે સટ્ટા બેટીંગનું કટીંગ લેનાર કમલેશ પાટણ, શિવમ જુનાગઢ, રાધે અમદાવાદ, અનિલ અમદાવાદ, મયુર ભાણો, ટવેન્ટી, ચંદ્રકાંત, સીવીસી, એમવાય, ડીવીએલ, સંગમ, એબીબી, એપીડી, દિપક પટ(રહે, ચોરવાડ, વેરાવળ),એમટીઆર, પીડીએમ, આરઆઈ, રવિ, મુકેશ મોર્ડન, એમએમ મેનુ રાજકોટ, આરઈ, આરએમ, આરએન, મુન્ના, દિનેશ, જેઆઈપી, એફઆઈ, જીતુ, જીગ્નેશ, ડીઆર, વીપી, એવન, બીઓ, જીએલટુ, કેઆઈએસ, કેવી, એલટુ, એલડીટુ, લોટસ આઈડી, પીઆરકે, મયુર પટેલ, એસજી, સંજય મોરબી, સોનુ કેસોદ, એસઆર, એસએસ, એસયુબી, એસવી, અશ્વિન, જીયુ સહિત 50 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી આકાશ ચાંદરાણીના લેપટોપમાંથી 19.38 લાખનો સટ્ટાનો હિસાબ મળ્યો છે. એટલું જ નહિ સટ્ટાની રકમ સટ્ટોડીયો હવાલાથી નાણા ચુકવણી કરતો હતો. સટ્ટોડીયાના કનેકશન રાજકોટ, જેતપુર,અમદાવાદ, પાટણ, વાપી, મહેસાણા, મોરબી, વેરાવળ, મુંબઈ, અને જુનાગઢ હોવાનું બહાર આવ્યું છે. ચારેક દિવસ પહેલા અડાજણ વિસ્તારમાંથી ક્રિકેટનો સટ્ટો રમતા બેને પકડી પાડયા હતા. જેના કનેકશન દુબઈના બહાર આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.