ભાસ્કર વિશેષ:સ્પાઇસ જેટ કાલથી જયપુર-સુરત-ગોવાની ફલાઇટ ઉડાડશે,બંનેમાં 3થી 4 હજાર સુધીના ભાડામાં સફર

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ પર 10 માસમાં યાત્રીઓ 37થી વધીને 87 હજાર થઈ
  • જાન્યુઆરીમાં ગત વર્ષની સરખામણીએ પેસેન્જરોમાં 30%નો ઘટાડો

દસમી ફેબ્રુઆરીથી ભારતમાં સૌથી સસ્તી હવાઇ મુસાફરી કરાવતી સ્પાઇસ જેટ એરલાઇન્સ જયપુર-સુરત-ગોવાની ફલાઇટ ઓપરેટ કરનારી છે. એરપોર્ટથી જણાય આવે છે કે, કોરોના વાઇરસના કેસોમાં દિવસેને દિવસે સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેને કારણે પેસેન્જરોની અવર જવરમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

માત્ર દસ જ મહિનામાં એરપોર્ટ પર પેસેન્જરોની અવર જવર 37થી સીધી 87 હજાર પર પહોંચી ગઈ છે. આમ, દિવસેને દિવસે પેસેન્જરની સંખ્યામાં વધારો નોંધાતા એરલાઇન્સો પોતાની ફ્લાઇટમાં વધારી રહી છે. તેવામાં જ સ્પાઇસ જેટ એરલાઇન્સ આગામી દસમી ફેબ્રુઆરીથી જયપુર-સુરત-ગોવાની ફલાઇટ ઓપરેટ કરનારી છે. જો કે, આ ફલાઇટ ડેઇલી છે.

જાન્યુ.-2020માં 1,25,057 યાત્રીની અવરજવર નોંધાય અને જાન્યુઆરી-2021માં 87,227 પેસેન્જરની અવર જવર નોંધાય છે. જેથી 30.25%નો ઘટાડો નોંધાયો છે. એપ્રિલ-2020થી જાન્યુ.-2021માં 2,83,496નો ટ્રાફિક નોંધાયો છે. 77.81% ઘટાડો થયો છે.

ઇન્ડિગો માર્ચમાં બે જયપુરની અને એક ચેન્નાઇની ફલાઇટ શરૂ કરશે
ઇન્ડિગો એરલાઇન્સે અગામી માર્ચથી બે જયપુરની અને એક ચેન્નાઇની ફલાઇટ ઉડાડશે. જેમાં 28 માર્ચથી જયપુર-સુરત-જયપુરની અને ચેન્નાઇ-સુરત-ચેન્નાઇની ફલાઇટ ઉડાડશે. 30 માર્ચથી સુરત-જયપુરની વન વે ફલાઇટ ઓપરેટ કરશે.

સ્પાઇસ જેટની ફ્લાઇટનું ટાઇમ શિડ્યુલ

ફલાઇટ નં.એરપોર્ટડિપાર્ચરએરપોર્ટઅરાઇવ
SG 2833જયપુર13ઃ00સુરત14ઃ30
SG 2833સુરત14ઃ50ગોવા16ઃ30
SG 2834ગોવા16ઃ50સુરત18ઃ20
SG 2834સુરત18ઃ40જયપુર20ઃ50

ઇન્ડિગોની ફલાઇટનું ટાઇમ શિડ્યુલ

ફલાઇટ નં.એરપોર્ટડિપાર્ચરએરપોર્ટઅરાઇવ
6E 6154જયપુર12ઃ50સુરત14ઃ20
6E 0237સુરત19ઃ10જયપુર20ઃ35
6E 0237સુરત19ઃ10જયપુર20ઃ35
6E 0319ચેન્નાઇ15ઃ35સુરત17ઃ40
6E 0319સુરત18ઃ15ચેન્નાઇ20ઃ20

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...