તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સુવિધા:​​​​​​​સુરતથી સ્પાઈસ જેટ પખવાડિયા બાદ હૈદરાબાદ,પુના અને જયપુર તથા જબલપુરની ફ્લાઈટ શરૂ કરે તેવા અણસાર

​​​​​​​સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવી ફ્લાઈટ સુરત એરપોર્ટથી શરૂ થવાની વાતથી ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
નવી ફ્લાઈટ સુરત એરપોર્ટથી શરૂ થવાની વાતથી ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી છે.(ફાઈલ તસવીર)
  • જયપુરની ફ્લાઈટ ડેઈલી કરવામાં આવે તેવું આયોજન

કોરોના સંક્રમણની બીજી લહેર સમાપ્ત થતાં જ ફરી ઉદ્યોગ ધંધાની સાથે સુરત એરપોર્ટ ધમધમતું થાય તેવા અણસાર મળી રહ્યાં છે. સુરતથી પાંચ શહેરોને જોડતી ફ્લાઈટ મળતા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. આગામી 16-17 જુલાઈથી સ્પાઇજેટએ સુરત-હૈદરાબાદ, સુરત-પુના, સુરત જયપુર, સુરત-જબલપુર અને સુરત બેંગાલુરૂ ફલાઇટને લીલી ઝંડી આપી હોવાનું વી ફોર વર્કિંગ કમિટી સુરત એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

માગણીઓનો અંત આવશે
સંજયભાઇ જૈનએ કહ્યું હતું કે, સુરત-પુના ફલાઇટ માટે છેલ્લા 4 વર્ષથી માગણી કરી રહ્યાં હતાં. વારંવાર રજૂઆતો કરી હતી. 4 વર્ષ બાદ માગણી પુરી થતી જોઈ આનંદ થઈ રહ્યો છે. સુરત-હૈદરાબાદ અઠવાડિયાના 4 દિવસ, સુરત-પુના અઠવાડિયાના 4 દિવસ, સુરત જયપુર ડેઈલી, સુરત-જબલપુર અને સુરત બેંગાલુરૂ અઠવાડિયા ના 3-3 દિવસ ઉપાડવાની વાત બાદ સ્પાઈસ જેટની ઉંચી ઉડાનને સુરતીઓ ચોક્કસ આવકારશે એવી આશા રાખીએ છીએ.

વેપાર ધંધાને વેગ મળશે
સુરતથી તમામ રાજ્યોને જોડતી ફલાઇટ શરૂ થવાથી વેપારને ચોક્કસ એક સારી દિશા મળશે. આ રાજ્યોના વેપારીઓ સમયસર વેપાર માટે સુરત આવી શકશે. બીજું એમ પણ કહી શકાય કે, આ શહેરોના સ્થાનિક લોકો માટે હવે કલાકોની ટ્રેનની મુસાફરીને બદલે ગણતરીની મિનિટોમાં સુરત પહોંચવાનો એક રસ્તો ખુલ્લો થવા જઇ રહ્યો છે. વી ફોર વરકિંગ કમિટી સ્પાઈ જેટની ઉંચી ઉંડાન નું સ્વાગત કરે છે અને આવી જ રીતે સાથ સહકાર આપતું રહેશે તેમ વધુમાં સંજયભાઈએ ઉમેર્યું હતું.