લોકડાઉન:સ્પાઇસ જેટ- ઇન્ડિગો આજે દિલ્હી માટે ફલાઇટ ઉડાવશે, સ્પાઇસ જેટ- ઇન્ડિગો આજે દિલ્હી માટે ફલાઇટ ઉડાવશે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે સુરતથી સ્પાઇસ જેટની દિલ્હીની અને ઇન્ડિગોની પણ દિલ્હીની જ ફલાઇટ ઓપરેટ થનારી છે. સ્પાઇસ જેટ એરલાઇન્સની ફલાઇટ સવારે 8:10 કલાકે અને ઇન્ડિગો એરલાઇન્સની ફલાઇટ બપોરે 13:15 કલાકે સુરત એરપોર્ટથી ટેકઓફ થનારી છે. તે સાથે ગુરુવારે સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટ એરલાઇન્સની હૈદરાબાદની અને ઇન્ડિગોની દિલ્હીની ફલાઇટ ઓપરેટ થઈ હતી. દિલ્હી સુરત વચ્ચે 159 પેસેન્જરોએ અવર જવર કરી છે. તેવી જ રીતે હૈદરાબાદ-સુરત વચ્ચે 116 પેસેન્જરોએ અવર જવર કરી છે.

106 પેસેન્જરો 14 દિવસ સુધી આઈસોલેશન હેઠળ 
સુરત એરપોર્ટ ખાતે બે ડોમેસ્ટીક ફ્લાઈટમાં દિલ્હીથી સુરત 64 પેસેન્જરો આવ્યા અને હૈદરાબાદથી સુરત 42 પેસેન્જરો આવ્યાં છે એમ કુલ 106 પેસેન્જરો સુરત આવ્યાં છે. જ્યારે દિલ્હી માટે 95 પેસેન્જરો અને હૈદરાબાદ માટે 76 પેસેન્જરો મળી કુલ 169 પેસેન્જરો આજે  બહાર ગયા છે. જે લોકો આવ્યા છે તેઓને 14 દિવસ સુધી કોરોન્ટાઈન સેલ્ફ આઈસોલેશન હેઠળ રખાશે.દિલ્હી રેડ ઝોન છે અને ત્યાંથી આવ્યા હોય તો પોતાના કોઈ લક્ષણ જણાઇ તો સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરે. 

અન્ય સમાચારો પણ છે...