ટેકનિકલ ખામી:સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટનું એરક્રાફ્ટ બગડતા 3 ફ્લાઇટ મોડી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટનું એરક્રાફ્ટ બગડતા બેંગ્લોર-સુરત, સુરત-બેંગ્લોર અને સુરત-જયપુરની ફ્લાઇટ મોડી પડી હતી. જેને કારણે પેસેન્જરો બે કલાક સુધી હેરાન પરેશાન થયા હતા. બુધવારે સ્પાઇસ જેટની બેંગ્લોરની ફ્લાઇટ બપોરે 2ઃ45 કલાકે ટેકઓફ થવાની હતી. પરંતુ સાંજે 4ઃ35 કલાકે ટેકઓફ થઇ હતી.

જોકે, ફ્લાઇટ મોડી પડવાનું કારણ એમ હતું કે, ફ્લાઇટ શરૂ કરતી સમયે પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામી જણાય હતી. જેથી તેમણે એન્જિનિયર્સને જાણ કરી હતી. તે પછી દોઢ કલાક સુધી રિપેરિંગ કામ ચાલ્યું હતું અને બાદમાં સાંજે 4:30 વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. સ્પાઇસ જેટની સુરત બેંગ્લોરની ફ્લાઇટ મોડી પડતા બેંગ્લોર સુરતની અને સુરત-જયપુરની ફ્લાઇટ પણ પોણો કલાક મોડી પડી હતી.

બેંગ્લોર સુરતની ફ્લાઇટ રાતે 8ઃ40 કલાકની જગ્યાએ રાતે 9ઃ20 કલાકે જ્યારે જયપુર-સુરતની ફ્લાઇટ રાતે 9ઃ05 કલાકને બદલે 9ઃ45 કલાકે ટેકઓફ થઇ હતી. સ્પાઇસ જેટ સોમવારે, બુધવારે અને શનિવારે જયપુર-સુરત-જબલપુર-સુરત-બેગ્લોર-સુરત-જયપુર વચ્ચે એક જ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...