તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરીન કૃષિ ઉડાન:સ્પાઇસ જેટમાં સુરતમાં 505 ટન ઝીંગાના બીજની આયાત કરાઇ

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારની મરીન કૃષિ ઉડાન યોજનાથી ખેડૂતોને ફાયદો
 • ચેન્નાઇથી 365 અને વિશાખાપટ્ટનમથી 140 ટન ઝીંગા લવાયા

કોવિડ-19ની મહામારીના નેશનલ લોકાડાઉનમાં સ્પાઇસ જેટ એરલાઇન્સે સ્પાઇસ એક્સપ્રેસથી સુરતમાં 505 ટન ઝીંગાના બીજોની આયાત કરી રેકોર્ડ તોડયો છે. સ્પાઇસ જેટ એરલાઇન્સે જણાવ્યું છે કે, ભારત સરકારની મરીન કૃષિ ઉડાન યોજના હેઠળ ખેડૂતોને પ્રોત્સાહ મળવા સાથે તેમને નુકસાન નહીં થાય તે માટે કોવિડ 19ના લોકડાઉનમાં પણ એરકાર્ગો સેવા કાર્યરત રખાય હતી. 
25મી ફેબ્રુઆરીથી 8મી મે સુધીમાં 800 ટન ઝીંગાના બીજા આવ્યાની નોંધ થઈ છે.
દરમિયાન લોકડાઉનમાં ચેન્નાઇ અને વિશાખાપટ્ટનમથી 505 ટન ઝીંગાના બીજને સ્પાઇસ એક્પ્રેસથી સુરત એરપોર્ટના કોર્ગો ટર્મિનલ પર ઊતારાયા હતા. આમ સમયરસ ઝીંગાના ઉત્પાદકોને બીજ મળતા પાક લેવામાં સરળતા મળી છે. 25મી ફેબ્રુઆરીથી 8મી મે સુધીમાં 800 ટન ઝીંગાના બીજા આવ્યાની નોંધ થઈ છે. જો કે, કોવિડ-19ના નેશનલ લોકડાઉનમાં ચેન્નાઇથી 365 ટન અને વિશાખાપટ્ટનમથી 140 ટન ઝીંગાના બીજ સુરતમાં આયાત કરાય છે. 
સેનિટાઇઝર, માસ્ક, દવા સહિતની 631 ચીજવસ્તુ  
સ્પાઇસ જેટ એરલાઇન્સે એવું પણ જણાવ્યું છે કે, સ્પાઇસ એક્સપ્રેસથી સુરતથી દેશના અન્ય શહેરોમાં સેનિટાઇઝર, માસ્ક, દવા સહિતની મેડિકલ અને સર્જિકલ ચીજવસ્તુંઓ પણ પહોંચાડાય છે. રાજ્યમાંથી 631 ટન 631 ટન મેડીકલ, સર્જિકલ સાધનો, સેનિટાઈઝર્સ, ફેસ માસ્ક, કોરોના વાયરસ રેપિડ કિટ્સ, આઈઆર થર્મોમીટર જેવી ચીજ વસ્તુઓની હેરફેર થઈ છે. દેશ-વિદેશમાં સ્પાઈસ જેટે 6650 ટન મેડીકલ તથા આવશ્યક ચીજવસ્તુની હેરફેર કરી છે. 
ખેડૂતો માટે એર કાર્ગો પ્રયત્નશીલ
સ્પાઇસ જેટ એરલાઇન્સના ચેરમેન અને એમડી અજય સિંધ કહે છે કે, ખેડૂતો માટે હાલનો સમય કપરો છે. ઝીંગા ઉત્પાદકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ખેડૂતો સુધી ઝીંગાના બીજ તથા અન્ય ખેડૂતોને પણ પાકમાં ઉપયોગમાં લેવાતા ખાતર સમયસર પહોંચી રહે તે માટે સ્પાઈસ જેટનો એરકાર્ગો પ્રયત્નશીલ છે. સ્પાઈસ જેટ એલાઇન્સે 20 લાખ કિલો ખાતરો અને ઝીંગાના બીજની હેરફેર કરી છે, જેમાં કુલ 950 ટન ઝીંગાના બીજ તથા 1070 ટન ખાતરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો