નિર્ણય:સ્પાઇસ જેટે નિર્ણય બદલ્યો, 10 ડિસેમ્બરથી ગોવા ફ્લાઇટ ઉપડશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહેવાલના પગલે એરલાઇન્સ સાથે કેન્દ્રીય મંત્રીની બેઠક

સ્પાઇસ જેટે ગોવા-જયપુર ફ્લાઇટ બંધ કરવાના નિર્ણયનો વી ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા વિરોધ કરી દિવ્ય ભાસ્કરના અહેવાલને ટ્વિટ કરી આ મામલે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશની મધ્યસ્થીની માંગણી કરાઇ હતી. બાદ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે દિલ્હીમાં સ્પાઇસ જેટ મેનેજમેન્ટ સાથે આ મામલે બેઠક કરી હતી. અને સુરત-ગોવાની ફ્લાઇટ 10 ડિસેમ્બરથી શરૂ કરવા નિર્ણય લીધો હતો.

સુરતથી બપોરે 12:15 કલાકે ઉડાન ભરશે
વી ફોર વર્કિંગ એરપોર્ટ દ્વારા સ્પાઇસનો સુરત એરપોર્ટથી વિદાઇ લેવાનો વિરોધ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની મધ્યસ્થી બાદ 7 નવેમ્બરે થયેલી બેઠક બાદ 10 ડિસેમ્બરથી સુરત-ગોવા ફ્લાઇટ શરૂ કરવા જાહેરાત કરી છે. જેનું બુકિંગ 7 નવેમ્બરથી શરૂ કરી દેવાયું છે. 10 ડિસે.થી ગોવા ફ્લાઇટ સુરતથી બપોરે 12:15 કલાકે ઉડાન ભરી બપોરે 1:55 કલાકે ગોવા પહોંચશે.

ભાડુ અંદાજે 10 હજાર રહેવાની શક્યતા
17 નવેમ્બરથી સ્પાઇસ જેટે ગોવા અને જયપુર બંને ફ્લાઇટનું બુકિંગ બંધ કર્યું છે. 16 નવેમ્બરથી સ્પાઇસ જેટની બંને ફ્લાઇટ અંતિમ હતી. જોકે ભારે દબાણ વચ્ચે ફરીથી ગોવાની ફ્લાઇટ 10 ડિસેમ્બરથી શરૂ કરશે. જેનું ભાડુ અંદાજે 10 હજાર રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...