સુવિધા:ઉમરગામથી મહેસાણા વચ્ચે વાયા સુરત સ્પેશિયલ ટ્રેન દોડશે, આગામી 4થી 16 જાન્યુઆરી સુધી દોડાવવા નિર્ણય

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રેલવેની વેબસાઇટ, કાઉન્ટર પર આજથી બુકિંગ શરૂ કરાશે

મુસાફરોની માંગને ધ્યાને લઇ પ.રેલવે દ્વારા ઉમરગામથી મહેસાણા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન સુરત રેલવે સ્ટેશને થોભીને આગળ જશે. રેલવેએ શરૂ કરેલી આ સ્પેશિયલ ટ્રેન 4 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી દોડાવાશે. આ વિશેષ ટ્રેન રોજ ઉમરગામથી સવારે 5:50 વાગ્યે ઉપડશે અને 8 વાગ્યે સુરત પહોંચશે. એ જ દિવસે 2:40 વાગ્યે મહેસાણા પહોંચશે.

આવી જ રીતે વળતામાં આ ટ્રેન મહેસાણાથી સાંજે 4:30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:30 વાગ્યે સુરત અને 1:30 વાગ્યે ઉમરગામ પહોંચશે. ટ્રેનમાં એસી 3 ટીયર, સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ સીટીંગ કોચ છે. ટ્રેનનું બુકીંગ 22 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. પીઆરએસ અને આઇઆરસિટીસીની વેબસાઈટથી બુકીંગ થઈ શકશે.

2 ઇન્ટરસિટીમાં વધારાનો કાયમી સીટિંગ કોચ જોડાશે
ઉમરગામ-મહેસાણા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની સાથે પશ્ચિમ રેલવેએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં વલસાડ-વડોદરા ઇન્ટરસિટી અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં સીટીંગ કેપેસિટી વધારવા માટે સ્થાયીરૂપે વધારાનો કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બંને ટ્રેનો 25મીથી વધારાના સીટીંગ કોચ સાથે દોડતી થઈ જશે.આ ઉપરાંત રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ -જબલપુર સ્પેશિયલ ટ્રેનના 24 ફેરા વિસ્તારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...