અંગદાતાના પરિવારનું સન્માન:સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન કરનારા 221 અંગદાતાના પરિવારજનોનું વિશેષ સન્માન કરાયું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 221 અંગદાન થયા - Divya Bhaskar
દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 221 અંગદાન થયા
  • અંગદાનમાં મહત્વનો રોલ હોય છે એવા 25 ડોક્ટરોનું પણ વિશેષ સન્માન કરાયું

અંગદાન વિશે લોકોમાં વધુ જાગૃતતા આવે તેવા ઉદ્દેશથી કિરણ હોસ્પિટલ સુરત દ્વારા અંગદાન જાગૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ગુજરાત રાજયના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, સુરત કલેક્ટર આયુષ ઓક તેમજ શહેરની 300 થી વધારે સંસ્થાના આગેવાનો તેમજ અન્ય મહાનુંભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંગદાન જાગૃતિ માટે કાર્ય કરતી સંસ્થાઓ અને અંગાદાતા પરિવારોનું વિશેષ સમ્માન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં 221 લોકોના અંગદાન થયા તે અંગદાન કરનાર 221 અંગદાતા પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

અંગદાન જાગૃતિ માટે ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી કાર્ય કરી રહ્યા છે એવા સંસ્થાના ફાઉન્ડર અને પ્રસિડેન્ટ નિલેશ માંડલેવાલાનું તેમજ અંગદાન જાગૃતિમાં જેમનો મહત્વનો રોલ હોય છે એવા શહેરના અગ્રણી 25 ડોકટરોનું વિશેષ સન્માન કરવામાં આવું હતું. અંગદાન કરેલું અંગ સમયસર પહોંચાડવાનું હોય તેવા સમયે વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે સુરત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરિટી, સુરત સિવિલ હોસ્પિટલ તેમજ સુરત મહાનગર પાલિકાની મહત્વની ભૂમિકા રહેતી હોય છે. તેઓનું પણ આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલમાં સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરનાર ડોકટર ટીમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા અંગદાતાના પરિવારજનોની તસવીર
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા અંગદાતાના પરિવારજનોની તસવીર

સુરત શહેર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મતદાન કરવા માટે જાણીતું થયું છે. છેલ્લા થોડા સમયથી સુરત શહેરની અંદર બ્રેઈનડેડ દર્દીઓ દ્વારા જે પ્રકારનું દાન કરવામાં આવી રહ્યું છે, તેને કારણે ઘણા લોકોને નવું જીવન મળી રહ્યું છે, અંગદાન ક્ષેત્રમાં સુરત શહેરમાં અલગ-અલગ સ્થળો ખૂબ મોટા પાયે કામ કરી રહી છે અને લોકોમાં પણ હવે બધાને લઈને જાગૃતિ આવે છે. જે દર્દીઓના બ્રેઈનડેડ જેવી સ્થિતિ ઊભી થઇ હોય તેમના પરિવારજનો પણ ખૂબ મોટા પાયે સહકાર આપી રહ્યા છે. પરિવારના સહકારને કારણે જ અંગદાન માટે જે સુરત શહેરની અંદર કામ ચાલી રહ્યું છે તે કારણે ખુબ ઝડપથી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચવામાં સફળતા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...