પરિપત્રનો અમલ ક્યારે?:ટ્રેનોના ભાડા પૂર્વવત કરવાના રેલવે મંત્રાલયના પરિપત્ર બાદ પણ વસૂલાતું વિશેષ ભાડું, ટિકિટ પ્રોગ્રામમાં કોઈ ફેરફાર નહીં

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રેનના ભાડા તથા ટાઈમિંગ અંગેનો અમલ ઝડપથી થાય તેવું મુસાફરો ઈચ્છી રહ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ટ્રેનના ભાડા તથા ટાઈમિંગ અંગેનો અમલ ઝડપથી થાય તેવું મુસાફરો ઈચ્છી રહ્યાં છે.(ફાઈલ તસવીર)
  • શુક્રવારે રેલવે વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કર્યા બાદ પણ સ્થિતિ યથાવત

કોરોના સંક્રમણ પછી રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન તરીકે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવી રહી હતી. જેને હવે ફરીથી સામાન્ય કરવામાં આવી રહી છે. હોલિડે સ્પેશિયલ, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની સેવા પહેલા જેવી જ રહેશે. આ ટ્રેનોમાં વસૂલવામાં આવતાં વિશેષ ભાડા નાબૂદ કરવામાં આવશે. જેને પગલે હવે મુસાફરોએ જે તે ટ્રેનનું ભાડું પહેલાં જેટલું જ ચુકવવું પડશે. રેલવે મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, થોડા સમયમાં આ આદેશો લાગુ કરવામાં આવશે. જોકે હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી અને ક્યારે થશે તે સ્પષ્ટતા ન કરવામાં આવતાં મુસાફરોને વિશેષ ભાડુ ચુકવવું પડે છે.

ટિકિટ પ્રોગ્રામ યથાવત
આગામી થોડા દિવસોમાં કોરોના કાળ પહેલાની 1700 થી વધુ ટ્રેનોને નિયમિત ટ્રેનો તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવશે.રેલવે મંત્રાલય દ્વારા ગઈકાલે શુક્રવારે તમામ ટ્રેનો પૂર્વવત દોડાવવા સત્તાવાર હુકમો જારી કરી દીધા છે. અલબત્ત આજે શનિવારે રેલવેના ટિકિટ પ્રોગ્રામમાં કોઈ ફેરફાર થયા નથી.

હુકમો અમલી બન્યા નથી
રેલવે સંબંધિત સૂત્રોના જણાવ્યા મુજબ, આજે શનિવારે પણ કોરોના કાળમાં દોડતી સ્પેશિયલટ્રેનોની કેટેગરી રેલવેના ટિકિટ પ્રોગ્રામમાં યથાવત રહ્યા છે. તેથી રેલવે મંત્રાલયના હુકમ આજથી અમલી બન્યા નથી. ટૂંક સમયમાં ટિકિટ બૂકિંગ પ્રોગ્રામમાં ફેરફાર લાગુ થતાં સ્પેશિયલ ટ્રેનો રેગ્યુલર બની જતાં ભાડામાં 30 ટકા ઘટાડો થઈ જશે.