સુરત:જરૂરી ખાદ્ય સામગ્રી માટે સ્પેશિયલ કાર્ગો એક્સપ્રેસ દોડાવાશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસ્તુઓની હેરફેર માટે સ્પેશિયલ કાર્ગો ટ્રેન દોડાવવાનો નિર્ણય - ફાઇલ તસવીર - Divya Bhaskar
વસ્તુઓની હેરફેર માટે સ્પેશિયલ કાર્ગો ટ્રેન દોડાવવાનો નિર્ણય - ફાઇલ તસવીર
  • પશ્ચિમ રેલવે 9 સ્થળ માટે ખાદ્ય વસ્તુ, મેડિકલ સાધનો, શાકભાજી વગેરેનો પુરવઠો પહોંચાડશે

સુરતઃ લૉકડાઉનને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે બંધ છે. માલસામાનનું વહન માલગાડી દ્વારા થઈ રહ્યું છે. લોકોને જરૂરિયાતની ચીજવસ્તુની ઘટ ન પડે તે માટે પશ્ચિમ રેલવે 9 સ્થળ માટે સ્પેશિયલ પાર્સલ કાર્ગો એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. આ ટ્રેન દેશના અલગ-અલગ હિસ્સામાં ખાદ્ય વસ્તુ, મેડીકલ સાધનો, શાકભાજી, ફળફળાદી, બિસ્કિટ, નમકીન વગેરે પહોંચાડશે. આ માટે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે વાતચીત ચાલી રહે છે. પશ્ચિમ રેલવે મુંબઈ-નવી દિલ્હી-લુધિયાણા, મુંબઈ-મુઝફ્ફરપુર-દરભંગા, અમદાવાદ-કટક, અમદાવાદ-જયપુર-ચંદીગઢ-લુધિયાણા, વાપી, ગુવાહાટી, અમદાવાદ-સાખરેલ રૂટ પર આવી ટ્રેન દોડાવાનો વિચાર કરી રહી છે.

અંતિમ નિર્ણય હજુ બાકી
સુરત, વલસાડ, નવસારીમાં માલવહન માટેની પૂરતી તક છે. અહીં ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે. આથી પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ડીઆરએમનો ફ્લેટ ટ્રેન ચલાવવા માટે વેપારીઓ દ્વારા સંપર્ક કરાયો હતો. આ અંગે યોજાયેલી બેઠકમાં 16 જેટલા વેપારી સંગઠનોના પ્રતિનિધિ તથા ઉચ્ચ રેલવે અધિકારી હાજર રહ્યાં હતા. હવે ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...