તકેદારી:સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વાઘ,સિંહ, શિયાળ, વાંદરા જેવા પ્રાણીઓ કોરોનાગ્રસ્ત ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા

સુરત7 મહિનો પહેલા
સિંહ સહિતના પ્રાણીઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
  • હૈદરાબાદમાં 8 સિંહ કોરોનાગ્રસ્ત થતા પગલાં લેવામાં આવ્યાં

કોરોના સંક્રમણને કારણે પ્રાણીઓ પણ તેના ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા જેના ભાગરૂપે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા ઈ-મેલ કરીને રાજ્યભરના તમામ પ્રાણી સંગ્રહાલયોને એલર્ટ કરાયા હતા. રાજ્યમાં પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય પ્રાણીઓ કોરોના સંક્રમિત ન થાય તેના માટે વિશેષ ગાઈડ લાઈન આપવામાં આવી હતી.

પ્રાણીઓના પાંજરાને પણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.
પ્રાણીઓના પાંજરાને પણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.

ખાસ કાળજી રખાય છે
સરથાણા ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં અધિકારીઓ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સિંહ, વાઘ, શિયાળ, વાંદરા જેવા વન્ય પ્રાણીઓમાં કોરોના સંક્રમણ થવાની વધુ શક્યતા જોવા મળી છે. અધિકારીઓ દ્વારા પ્રાણીઓ અને આપવામાં આવતા ખોરાકને જંતુ મુક્ત કરવા માટેની વિશેષ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે પાંજરામાં તેમને રાખવામાં આવે છે તેને પહેલા દર પંદર દિવસે ડિસઇન્ફેકશન કરવામાં આવતા હતાં. હવે રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરાયા બાદ દર સાત દિવસે ડિસઇન્ફેક્શન કરવામાં આવી રહ્યા છે.

પ્રાણીઓને અપાતા ખોરાકનું પણ મોનિટરીંગ કરાય છે.
પ્રાણીઓને અપાતા ખોરાકનું પણ મોનિટરીંગ કરાય છે.

તમામ તકેદારી રખાય છે
પ્રાણી સંગ્રહાલયના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડૉ.રાજેશ પટેલે જણાવ્યું કે, જો પ્રાણી સંગ્રહાલયમાં જેટલા પણ પ્રાણીઓ છે તેમને કોરોના સંક્રમણ ન થાય તેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમારા તમામ સ્ટાફના કર્મચારીઓએ પોતે રસી મુકાવી લીધી છે. જેમના ઘરે કોરોના પોઝિટિવ કોઈપણ વ્યક્તિ હોય તો તેમણે ત્રણ દિવસ બાદ ફરજીયાત રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કરાવવાનો હોય છે. 21 માર્ચથી જ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પ્રાણીઓને કોરોના સંક્રમણ ન લાગે તે માટે સ્ટાફ પોતે પણ કોરોના સંક્રમણ થી મુક્ત હોવો જરૂરી છે. તેથી અમે વિશેષ કાળજી લઇ રહ્યા છે. પ્રાણીઓને જે પણ ખોરાક આપવામાં આવી રહ્યો છે.તેને ડિસઇન્ફેક્શન કરવા માટે અમે ખૂબ ધ્યાન આપી રહ્યા છે.