તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકલન બેઠકમાં ઉગ્ર ચર્ચા:‘સ્માર્ટ સિટીની વાત કરો છો, શહેરમાં 7 વર્ષથી ડુક્કરનો પ્રશ્ન તો હલ કરાતો નથી’

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકલન બેઠકમાં ધારાસભ્ય ઝંખના પટેલની પાલિકા તંત્ર પર પસ્તાળ
  • અશાંતધારા વિસ્તારોનો મુદ્દો પણ ગાજ્યો

પાલિકામાં મળેલી સંકલન બેઠકમાં દબાણ, અશાંતધારા, પાલિકાની જમીનો પર ગેરકાયદે કબ્જો, વેસુ-ડુમસમાં ડુક્કરના ત્રાસ સહિતના મુદ્દે ઉગ્ર ચર્ચા થઇ હતી. ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલે પસ્તાળ પાડતા રજૂઆત કરી હતી કે, સ્માર્ટ સિટીમાં નંબર વનની વાતો કરવામાં આવે છે. ડુમસ, વેસુ, વીઆપી રોડ પર ડુક્કરનો ત્રાસ છે. છેલ્લા સાત વર્ષથી ફરિયાદ કરવા છતાં આજ સુધી પાલિકાએ કોઇ કાર્યવાહી કરી નથી.

તાજેતરમાં ડુમસમાં 9 મહિનાના બાળકને ડુક્કર ખેંચી ગયા હતા. ધારાસભ્યએ એક મહિનામાં ફરિયાદનું નિરાકરણ કરવા અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું હતું. બીજી તરફ અધિકારીઓએ જણાવ્યું કે, આ માટે કોઇ એજન્સી મળતી નથી.

બેંગલોરની એજન્સી પહેલા કામ કરતી હતી. પરંતુ હાલમાં કોઇ તૈયાર નથી. ધારાસભ્ય અરવિંદ રાણાએ પાલિકાની રીઝર્વેશનવાળી ઘણી જગ્યાઓમાં અસામાજિક તત્વોએ કબ્જો કર્યો હોવા બાબતે ફરિયાદ કરી હતી. જેથી મ્યુ.કમિશનરે આવા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરીને જેલ ભેગા કરી કબ્જો મેળવવા કડક સૂચના આપી છે. ધારાસભ્ય વિનુ મોરડીયાએ કતારગામ વિસ્તારમાં દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. 4થી 5 ફરિયાદ કરવા છતાં અવારનવાર દબાણો થઇ જાય છે.

મિલકતમાં કબજા રસીદથી જ નામ બદલાતા હોવાના આક્ષેપ
અશાંતધારા વિસ્તારમાં જ અશાંતધારાનું હાર્દ નહીં સચવાતું હોવાની ગંભીર ફરિયાદ ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મનપા કમિશનરને કરવામાં આવી છે. સંકલનની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ગંભીર આક્ષેપ કરતા રજુઆત કરી હતીકે, શહેરના સાત પોલીસ મથકની હદમાં આવેલા વિસ્તારમાં રાજ્ય સરકારએ અશાંતધારાની મુદ્દત પાચ વર્ષ સુધી લંબાવી દીધી છે.

બે કોમ વચ્ચે સુલેહ શાંતિ જળવાય રહે અને મિલકત કોઇ પણ દબાણ કરીને અન્ય ધર્મના લોકો લઇ ન લે તે માટે અશાંત ધારા લાગુ પાડવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મિલકત ખરીદ વેચાણ માટે જિલ્લા કલેકટરની પરવાનગી લેવાની ફરજીયાત છે.

અન્ય સમાચારો પણ છે...