તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:‘હર હર મહાદેવ’ બોલી યુવકે સરદાર બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂક્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવકની તાપીમાં શોધખોળ હાથ ધરાઇ હતી. - Divya Bhaskar
યુવકની તાપીમાં શોધખોળ હાથ ધરાઇ હતી.
  • તાપીમાં ભરતીનું વહેણ વધુ હોવાથી યુવકનો પત્તો લાગ્યો ન હતો

અઠવાલાઈન્સ તરફથી રિક્ષામાં આ‌વેલા અજાણ્યા યુવકે સરદાર બ્રિજ પર ઉતરીને રેલીંગ પર ચડી ‘હર હર મહાદેવ’નો નાદ લગાવી તાપીમાં પડતું મૂક્યું હતું. રાહદારીઓની નજર પડતા તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે દોડી ગયેલી ફાયર બ્રિગેડે તાપીના વહેણમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

સોમવારે બપોરે અઠવાલાઈન્સ તરફથી એક રિક્ષામાં અજાણ્યો વ્યક્તિ સરદાર બ્રિજ પર વચ્ચે જ રિક્ષા ઉભી રખાવી ઉતરી ગયો હતો. યુવક બ્રિજની રેલીંગ પર ચડી ગયો હતો. રાહદારીઓની નજર પડતા તેને ઉતારવા માટે દોડી ગયા હતા. પરંતુ લોકો તેને નીચે ઉતારે તે પહેલા અજાણ્યાએ ‘હર હર મહાદેવ’ બોલી તાપીમાં પડતું મુકી દીધું હતું.

રાહદારીઓએ જાણ કરતા ફાયરબ્રિગેડે તાપીમાં અજાણ્યા યુવકની શોધખોળ હાથ ધરી હતી. દોઢેક કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી. જોકે ભરતીનુ વહેણ હોવાથી વહેણમાં તણાઈ જવાના કારણે યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે અમે શોધખોળ કરી હતી પરતંુ વહેણ વધુ હોવાથી યુવકનો પત્તો લાગ્યો ન હતો. કાલે ફરીથી શોધખોળ કરાશે.

અન્ય સમાચારો પણ છે...