રોશનીનો મનોરમ્ય નજારો:દિવાળીની રાતના અંધકારમાં હીરા જેવો ઝળહળાટ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરભરમાં થયેલી રોશનીનો મનોરમ્ય નજારો - Divya Bhaskar
શહેરભરમાં થયેલી રોશનીનો મનોરમ્ય નજારો

પ્રકાશપર્વ દિવાળી તહેવારને પગલે શહેરને રોશની અને રંગરોગાનથી સજાવવામાં આવ્યું છે. શહેરના તમામ બ્રિજો, રસ્તાઓ ડિવાઇડરોથી લઈને ઝોન કચેરીઓ પર લાઈટિંગ લગાડાઇ છે તથા રંગરોગાન કરવામાં આવ્યું છે. આ માટે સુરત મહાનગરપાલિકાને રૂપિયા 3 કરોડનો ખર્ચ થશે. કોરોનાનું ગ્રહણ દૂર થઈ ગયું હોય તહેવારોની ઉજવણીનો ઠેર-ઠેર ઉત્સાહ જણાય રહ્યો છે, માર્કેટોમાં ખરીદી નીકળી છે.

ત્યારે પ્રકાશ પર્વ દિવાળી ટાણે શહેરની શોભા વધારવા માટે મહાપાલિકા શહેરના મુખ્ય માર્ગો-તમામ બ્રિજો પર રોશની અને રંગરોગાનથી શોભા વધારી છે. તમામ બ્રિજો અને રસ્તાના ડીવાઇડરો પર પેઈન્ટ કરાઇ છે ત્યાં લાઈટિંગ કરવામા આવતા દિવાળીનો શહેરમાં ચારેકોર ઝગમગાટ વધી ગયો છે. વેસુથી લઈને વરાછા સુધીના તમામ બ્રિજો ઝળકી ઉઠ્યા છે.

110 બ્રિજો પર કલાત્મક લાઇટિંગ
પાલિકાએ કેબલ સ્ટેઇડ, સરદાર બ્રિજ, રિંગ રોડ અને વરાછા સહિતના તમામ બ્રિજ પર કલરફૂલ લાઇટિંગ કર્યું છે. વેસુથી લઈને વરાછા સુધીના નાના મોટા 110 બ્રિજો ઝળહળી ઊઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...