તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં મંદબુદ્ધિ તેમજ સ્લો લર્નર બાળકો કે જેઓ સ્પેશિયલ ચાઈલ્ડ ગણવામાં આવે છે. તેઓ નોકરી કરી રોજગાર મેળવી આત્મનિર્ભર બની શકે તે માટે કેન સેન્ટર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરી છે. અડાજણના એક કપડાંના સ્ટોરમાં 10 બાળકોને નોકરી પર રખાયા છે. જ્યાં તેઓ ગ્રાહકોને વેલકમ કરી તેમને કપડા પણ બતાવે છે. આ માટે તેમને 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. માર્ચમાં ડુમસના મોલના એક સ્ટોરમાં 50 બાળકોને રોજગારી આપવાના છે. જ્યાં 7000 પગાર પણ ચુકવાશે.
શહેરમાં ચાલતુ કેન સેન્ટર શું છે?
કેન સેન્ટર એક ટ્રસ્ટ છે જ્યાં મંદબુદ્ધિના બાળકો અથવા સ્લો લર્નર બાળકો ભણવા માટે આવે છે. અને ત્યાં તેમને ભણાવીને નોકરી માટે સ્કિલ ઉભી કરવામાં આવે છે. જેથી તેઓ નોકરી કરીને રોજગારી મેળવી શકે છે. આ સેન્ટરમાં બાળકોને સોસાયટીના લોકો સાથે કેવી રીતે રહેવું, વાતચીત કરવી, કેવી રીતે મળવું જેવી સ્કિલ શીખવાડવામાં આવે છે.
બાળકોને 5 ઈન્દ્રિયોને એક્ટિવ કરીએ છીએ
મંદબુદ્ધિના બાળકોને શરૂઆતમાં સમજાવવાનું કામ ખૂબ જ અઘરૂ હતું. પણ અમે તેમની 5 ઈન્દ્રિયોને એક્ટિવ કરી જેમાં હીયરીંગ, ટેસ્ટિંગ, ટચીંગ, સ્મેલિંગ, વિઝનનો સમાવેશ થાય છે. આ માટે અમે તેમને બહાર ફરવા લઈ જતા હતા. જ્યાં તેઓ જાતે જ બસ પકડતા, તેમની સીટ પર બેસતા થયા અને નોકરી કરવા માટે સક્ષમ બન્યા હતા. > રોઝમેરી બેલ, ડિરેક્ટર, કેન
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.