સ્વાસ્થ્ય સુવિધા:દક્ષિણ ગુજરાતનું સૌ પ્રથમ ઓર્થોસ્કોપી અને સ્પોર્ટસ ઈન્જરી સેન્ટર સુરતમાં, ઓર્થોપેડિક ઇજાઓની સારવાર ઝડપથી મળશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રમતવીરો અને સ્પોર્ટ્સ પર્સનને નજીકમાં જ સારવારની સુવિધા મળી રહેશે - Divya Bhaskar
રમતવીરો અને સ્પોર્ટ્સ પર્સનને નજીકમાં જ સારવારની સુવિધા મળી રહેશે
  • ઘૂંટણ, શોલ્ડર અને પગના હાડકા જેવા અન્ય ઓર્થોપેડિક સહિતની સારવાર એક જ સ્થળે થશે

દક્ષિણ ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં દક્ષિણ ગુજરાતનું સૌ પ્રથમ ઓર્થોસ્કોપી અને સ્પોર્ટસ ઈન્જરી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેથી દર્દીઓને મુંબઈ કે અમદાવાદના ધક્કા ખાધા વગર ઝડપથી સારવાર મળશે. ઘૂંટણ, શોલ્ડર અને પગના હાડકા જેવા અન્ય ઓર્થોપેડિક સહિતની સારવાર એક જ સ્થળે થશે.ડો. વિક્રમ શાહએ જણાવ્યું હતું કે, "સ્પોર્ટસ ઇન્જરી સેન્ટર" સ્વસ્થ જીવનશૈલીના મહત્વને પ્રોત્સાહન આપશે. કોલેજો અને સંસ્થાઓ સાથે સહયોગની આપ-લે કરવામાં આવશે.

ઘૂંટણ, શોલ્ડર અને પગના હાડકા જેવી અન્ય ઓર્થોપેડિક બિમારીની સારવાર થશે
ઘૂંટણ, શોલ્ડર અને પગના હાડકા જેવી અન્ય ઓર્થોપેડિક બિમારીની સારવાર થશે

સેન્ટર મહત્વનું સાબિત થશે-ડો.વિરેન્દ્રસિંહ
શેલ્બી હોસ્પિટલના ડો.વિરેન્દ્રસિંહ ચૌહાણએ જણાવ્યુ કે, ઘૂંટણ, શોલ્ડર અને પગના હાડકા જેવી અન્ય ઓર્થોપેડિક બિમારીમાં તમામ પ્રકારની સ્પોર્ટ્સ અને ઓર્થોપેડિક ઇજાઓની સારવાર કરવા માટે સક્ષમ છે. એથ્લેટિક્સમાં ભારતીય ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે રમત પ્રત્યે લોકોમાં આવેલી જાગૃતિની સાથે સાથે થતી ઈન્જરી પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આ સેન્ટર મહત્વનું યોગદાન આપશે તેમ વધુમાં જણાવ્યું હતું.

કોલેજો અને સંસ્થાઓ સાથે સહયોગની આપ-લે કરવામાં આવશે.
કોલેજો અને સંસ્થાઓ સાથે સહયોગની આપ-લે કરવામાં આવશે.

ફિઝિયોથેરાપી પર ધ્યાન કેન્દ્રિત કરાશે
સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટરમાં એથ્લેટિક પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે ડિમાન્ડ ઓરિએન્ટેડ ફિઝિયોથેરાપી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાથે જ પ્રારંભિક સારવાર અને વ્યક્તિગત ટ્રેનર થેરાપી અપાશે. રમતવીરો અને સ્પોર્ટ્સ પર્સનને નજીકમાં જ સારવારની સુવિધા મળી રહેશે.ખેલાડીઓને રમતમાં થતી ઈન્જરીનું ઈન્ફેક્શન ન લાગે અને પ્રાથમિક તબક્કે જ સારી સારવાર આપવામાં આવશે તેમ સેન્ટર દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...