• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • South Gujarat Will Produce About 70 To 75 Lakh Tonnes Of Sugar, The Price Of Sugarcane Is Likely To Remain Stable Across The Country.

રાહતના અણસાર:દક્ષિણ ગુજરાતમાં અંદાજે 70 થી 75 લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે, દેશભરમાં શેરડીના મબલખ પાકને પગેલ ભાવ સ્થિર રહેવાની શક્યતા

સુરતએક મહિનો પહેલા
શેરડીના પુષ્કળ પાકના પગલે ખાંડનું ઉત્પાદન પણ વધુ થશે
  • ગુજરાતમાં 90 લાખ ટન થી 1 કરોડ ટન સુધીની ખાંડનું ઉત્પાદન થાય છે

દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક તરીકે શેરડી છે. શેરડીનો મબલખ પાક થતો હોવાથી સૌથી વધુ ગુજરાતમાં સુગર ફેકટરીઓ દક્ષિણ ગુજરાતમાં ધમધમે છે. સુગર ફેક્ટરીમાં 140 થી 160 દિવસ સુધી પહેલા કરવામાં આવશે. શેરડીનો પાક સારો આવતા ઉત્પાદન સમગ્ર દેશમાં થતા ખાંડની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ મોટા જથ્થામાં એક્સપોર્ટ કરી શકાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. જેને લઇને ખેડૂતોમાં પણ રાહત છે.

ખાંડના ભાવમાં વધારો ન થાય તેવી આશા સેવાઈ રહી છે.
ખાંડના ભાવમાં વધારો ન થાય તેવી આશા સેવાઈ રહી છે.

ખાંડના ઉત્પાદન ખર્ચમાં વધારો
દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાક હોવાને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન સુગર ફેકટરીઓમાં થાય છે. મહદંશે સુગર ફેકટરીઓમાં જે ભાવો મળી રહ્યા છે. તે ખેડૂતો માટે સંતોષકારક છે. પરંતુ ટ્રાન્સપોર્ટ અને હાર્વેસ્ટિંગ નો ખર્ચો થતા હવે ખેડૂતો માટે પણ સરકારે નક્કી કરેલા ભાવોમાં ખાંડનું ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું છે. સરકાર દ્વારા ખાંડના ટેકાના ટન દીઠ 3100 જાહેર કરવામાં આવ્યા છે. સુગર ફેકટરીઓ માટે ખાંડના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

સુગર ફેક્ટરીઓમાં શેરડીઓ વધારે સંખ્યામાં આવે તેવી શક્યતા છે.
સુગર ફેક્ટરીઓમાં શેરડીઓ વધારે સંખ્યામાં આવે તેવી શક્યતા છે.

90 લાખ ટન થી 1 કરોડ ટન સુધીનું ઉત્પાદન
સમગ્ર ગુજરાતમાં 90 લાખ ટનથી 1 કરોડ ટન સુધીની ઉત્પાદન થાય છે. જેમાં સૌથી મોટો ફાળો દક્ષિણ ગુજરાતનો હોય છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરે છે, અને તેના કારણે અહીં જે સહકારી માળખું છે. તે પણ ખૂબ જ મજબૂત રહ્યું છે. સહકારી સંસ્થાઓ દ્વારા પારદર્શી વહીવટને કારણે અહીંના ખેડૂતોને શેરડીના પાકમાં નુકસાન ભોગવવાનો વખત ખૂબ જ ઓછા આવ્યો છે. લાખો હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા શેરડીનું ઉત્પાદન કરવામાં આવે છે. અન્ય પાકોની સરખામણીએ શેરડીમાં આવતા સારા ભાવના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ અન્ય રાજ્યના ખેડૂતો કરતા પ્રમાણમાં સારી છે.

શેરડીનું પિલાણ પણ ફેક્ટરીમાં વધારે થાયે તેવી આશા સેવાઈ રહી છે.
શેરડીનું પિલાણ પણ ફેક્ટરીમાં વધારે થાયે તેવી આશા સેવાઈ રહી છે.

ભાવ અંકુશમાં રહેશે
સુગર ફેકટરીના સંચાલક હસુભાઈ ભગતે જણાવ્યું કે, આ વખતે પણ ખૂબ જ સારો થયો છે. તેના કારણે ભીલણ થયા બાદ ઉત્પાદન પણ ખૂબ જ સારું થશે. પરંતુ મોંઘવારીના કારણે ઉત્પાદન ખર્ચમાં નોંધનીય રીતે વધારો થયો છે. સુગર કન્ટ્રોલ એક્ટ હેઠળ ખાંડના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરી દ્વારા કેન્દ્ર સરકારને માંગણી કરી છે કે, ટેકાના ભાવ જે 3100 રૂપિયા છે. તેને 4000 કરવામાં આવવા જોઈએ. સમગ્ર દેશના લોકો એક વર્ષ દરમિયાન 260 લાખ જેટલી ખાંડનો ઉપયોગ કરતા હોય છે. જેની સામે દેશમાં કુલ 310 લાખ ટન ખાંડ ઉત્પાદન થાય છે. જેથી કરીને આગામી દિવસોમાં દેશના માર્કેટમાં ખાંડના ભાવમાં વધારો થાય તેવી સ્થિતિ દેખાતી નથી. બીજી તરફ વિદેશોમાં પણ સારા પ્રમાણમાં આપણે ખાડેક સપોર્ટ કરી શકીશું તેવી શક્યતા છે.