• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Veer Narmad South Gujarat University Organizational Structure Change, Result, Affiliation, Research Facilitation Center Departments Will Be Functioning

કામગીરી વધુ ઝડપી થશે:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં ફેરફાર, રિઝલ્ટ, એફિલિએશન, રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર વિભાગો કાર્યરત થશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર.
  • જરૂરી કાર્યવાહી કરવા કુલપતિને સત્તા આપવામાં આવી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને સિન્ડિકેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવા કુલપતિને સત્તા આપવામાં આવી છે. બીયુટી, બીઓએસ, એકેડેમિક કાઉન્સિલ, સિન્ડિકેટ, સેનેટની બેઠકો માટેનો વિભાગ બનશે. કામગીરી વધુ ઝડપી અને સુચારુ રૂપે કરવા ફેરફાર કરવામાં આવશે. યુનિવર્સિટીની તમામ એડમિનિસ્ટ્રેટિવ કામગીરી યોગ્ય રીતે થાય અને તમામ બાબતોનું જીણવટભરી રીતે વિચાર વિમર્શ કર્યા બાદ નિર્ણય લેવાશે. વર્ષોથી ચાલી આવતી પદ્ધતિમાં કેટલાક ફેરફારો સમયની માગ મુજબ કરવા જરૂરી છે. શિક્ષણ પદ્ધતિથી લઈને એડમિનિસ્ટ્રેટિવ બાબતોમાં જે ફેરફાર આવી રહ્યા છે તેને સારી રીતે અમલી કરવા માટે પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

રીસ્ટ્રકચર અનુસાર નવા વિભાગો શરૂ કરવામાં આવશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હાલના ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કામગીરી વધુ ઝડપી અને સુચારુ રૂપે થઈ શકે તે માટે સ્ટ્રકચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રીસ્ટ્રકચર અનુસાર નવા વિભાગો શરૂ કરવામાં આવશે. જેવા કે એફિલિએશન, રિઝલ્ટ, રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર, બીયુટી, બીઓએસ, એકેડેમિક કાઉન્સિલ, સિન્ડિકેટ, સેનેટની બેઠકો માટેનો વિભાગ, એસ.એસ.આઈ.સી, એસ.એસ.આઈ.પી, એસ.ઇ.સી વિભાગો કાર્યરત થશે. હાલ એ મુજબનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કાર્યરત છે. તેને રીસ્ટ્રક્ચર કરીને સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. જેને સિન્ડિકેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવા કુલપતિને સત્તા આપવામાં આવી છે.

કામ કરવાની પદ્ધતિ બદલાશે તો શિક્ષણનું સ્તર પણ સુધરશે
વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાથી લઈને પરિણામ સુધીની તમામ કામગીરી યોગ્ય રીતે થાય તે જરૂરી છે. સમયાંતરે વિદ્યાર્થીઓ અનેક બાબતોને લઈને યુનિવર્સિટીની કામગીરી ઉપર પણ પ્રશ્નાર્થ ઊભા કરતા હોય છે. ઝડપથી નિર્ણય લેવો યોગ્ય રીતે કામગીરી ન કરવાને કારણે વહીવટીરીતે પણ અને વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડતી હોય છે. નવા વિભાગો શરૂ કરીને જે તે વિભાગની કામગીરી કુશળતા પૂર્વક કરવામાં આવે તો ઘણા બધા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રશ્નો પણ ઉકેલ આવી શકશે. યુનિવર્સિટીના કુલપતિ તેમજ સેનેટ અને સિન્ડીકેટ સભ્યો આ તમામ બાબતોને ખૂબ જ સારી રીતે જ અમલમાં મૂકી શકે તો ઘણા પ્રશ્નોનો નિરાકરણ આવી શકશે. નવા વિભાગોની કામગીરી યોગ્ય દિશામાં ઇચ્છાશક્તિ સાથે કામ કરવાની પદ્ધતિ બદલાશે તો શિક્ષણનું સ્તર પણ સુધરશે.