• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Veer Narmad South Gujarat University Examinations Fee Reduction, Degree Certificate Delivery Charge Demand For Withdrawal

છાત્ર યુવા સંઘર્ષ સમિતિનો વિરોધ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા ફી ઘટાડો, ડિગ્રી સર્ટીફીકેટ ઘરે પહોંચાડવાના ચાર્જમાં વધારો પરત ખેંચવા માગ

સુરત9 દિવસ પહેલા
કુલપતિને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી.
  • પરીક્ષા ફીમાં 100 રૂપિયા જેટલો વધારો કરાયો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજ રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પરીક્ષા ફીની અંદર ઘટાડો કરવા, ડિગ્રી સર્ટીફીકેટ ઘરે પહોંચાડવાના ચાર્જમાં વધારો પરત ખેંચવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે કુલપતિને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ આવી રહી છે કે યુનિવર્સિટી દ્વારા તેમની પાસેથી પરીક્ષા ફી પેટે જે ફી લેવામાં આવતી હતી તેમાં આશરે 100 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે એની સિવાય પદવીદાન સમારોહ પછી વિદ્યાર્થીઓને એમના ઘરે જે ડિગ્રી પ્રમાણપત્ર પહોંચાડવામાં આવતું હતું તેની ફીમાં પણ ભારે ભરખમ વધારો કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ વતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ માગ કરી.
વિદ્યાર્થીઓ વતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ માગ કરી.

બધા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ફી વધારો સહન કરી શકે તેમ નથી
વિદ્યાર્થીઓ વતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિની એવી માગ છે કે આ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કારણ કે બધા જ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ આ ફી વધારો સહન કરી શકે તેવી નથી. વિદ્યાર્થીઓના પરીક્ષા ફીની અંદર વધારો કરવો એ યોગ્ય બાબત નથી. કોરોનાકાળના લગભગ દોઢ વરસ જેટલો સમય પસાર થયો લોકોની આર્થિક સ્થિતિ ખરાબ છે. બીજી તરફ મોંઘવારીના કારણે પણ ગરીબ અને મધ્યમ પરિવારની આર્થિક સ્થિતિ દયનીય થઇ છે. એવા સંજોગોમાં મનફાવે તે રીતે પરીક્ષા ફી સહિતની અન્ય બાબતોમાં ફી વધારો કરવો એ યોગ્ય નથી.

કુલપતિને મળવા જતાં વિદ્યાર્થીઓને અટકાવાયા હતા.
કુલપતિને મળવા જતાં વિદ્યાર્થીઓને અટકાવાયા હતા.

કુલપતિ દ્વારા યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી
યુવા છાત્ર સંઘર્ષ સમિતિના મંત્રી વિવેક પાટડીયાએ જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા અઢળક ખર્ચો કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. જો આ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં ન આવ્યો હોત તો વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવાની પણ જરૂર ન પડી હોત. જેથી આવા તમામ ખર્ચાઓ ઘટાડીને વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી આ ફીમાં તાત્કાલિક ધોરણે ઘટાડો કરવામાં આવે તેવી અમારી માગણી છે. આ માગણીને ધ્યાને લઇ યુનિવર્સિટી ઝડપથી કોઈ સારા પગલાં લેશે એવી કુલપતિ દ્વારા આવતી સિન્ડિકેટની બેઠકમાં કોઈ યોગ્ય નિર્ણય લેશું એવી ખાતરી આપવામાં આવી આવી છે.