વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાને લઈને આજે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓના દ્વારા કેમિકલ રિસર્ચ માટે લેબમાં પૂરતી વ્યવસ્થા ન હોવાની વાત કરવામાં આવી છે. જેથી કરીને પીએચડીના વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
ઈ-જરનલ માટે પણ ખૂબ જ મુશ્કેલી
વિદ્યાર્થીઓને ઈ-જરનલ માટે પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તેના માટે પણ યુનિવર્સિટી દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવા જોઈએ. જેથી કરીને સરળતાથી તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. યુનિવર્સિટીના OTT પ્લેટફોર્મ ઉપરથી વિદ્યાર્થીઓ સરળ રીતે અન્ય યુનિવર્સિટી સાથે પણ એક્સેસ કરી શકે.
ડી જરનલ ઓછા ખર્ચે ઉપયોગ કરી શકે તેવી માગ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અન્ય યુનિવર્સિટીઓ સાથે પણ એમઓયુ કરવા જોઈએ. જેથી કરીને વિદ્યાર્થીઓ માટે જે ડી જરનલ ઉપલબ્ધ હોય છે તેનો યોગ્ય રીતે ઓછા ખર્ચે ઉપયોગ કરી શકે. વિદ્યાર્થીઓને રિસર્ચ વર્ક માટે જઈ જાનના ઉપલબ્ધ હોય છે ત્યાં યુનિવર્સિટીના પણ તેઓ મેળવી શકે. સરળતા રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.