મેઘ મહેર:દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો, ઉકાઈ ડેમની સપાટી વધીને 334.50 ફૂટ પર પહોંચી

સુરતએક વર્ષ પહેલા
દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય તેમ હળવા વરસાદી ઝાપટા પડતાં લોકોને ભારે વરસાદમાંથી રાહત મળતા જનજીવન સામાન્ય બન્યું છે.
  • નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 8મીમી વરસાદ પડ્યો

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા ભારે વરસાદે વિરામ લીધો છે. વિતેલા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાં છે. દક્ષિણ ગુજરાતના 30 તાલુકામાં સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવીમાં 8 મીમી પડ્યો છે, જયારે મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જેથી ખેડૂતોને ભારે વરસાદ દરમિયાન ઉભા પાકની થતી ચિંતામાં ઘટાડો થયો છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતાં ડેમની સપાટી વધીને 334.50 ફૂટ પર પહોંચી ગઈ છે.

ભારે વરસાદની અવિરત મેઘસવારી અટકતાં ખેડૂતોને ઉભા પાકની ચિંતામાંથી રાહત થઈ છે.
ભારે વરસાદની અવિરત મેઘસવારી અટકતાં ખેડૂતોને ઉભા પાકની ચિંતામાંથી રાહત થઈ છે.

દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં નહિવત વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં સૌથી વધુ બારડોલીમાં 04 મીમી વરસાદ નોંધાયો છે. જેને બાદ કરતાં માંડવી, માંગરોળ, પલસાણા અને ઉમરપાડા જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. નવસારીના જલાલપોરમાં 7મીમી અને ગણદેવીમાં 8મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ પડ્યો નથી. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 4 મીમી જ્યારે ઉમરગામ, કપરાડા, પારડી અને વાપીમાં વરસાદ પડ્યો નથી. તાપીના વ્યારા અને વાલોડમાં 2મીમી જ્યારે ઉચ્છલ,કુકરમુંડા અને ડોલવણ તથા નિઝરમાં વરસાદ પડ્યો નથી. ડાંગના સાપુતારામાં 2 મીમી જ્યારે અન્ય તાલુકા વઘઈ, આહવા અને સુબીરમાં વરસાદ નોંધાયો નથી.

ઉકાઈ ડેમના દરવાજા બંધ કરીને હાઈડ્રો મારફતે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમના દરવાજા બંધ કરીને હાઈડ્રો મારફતે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈની સપાટીમાં વધારો
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. વરસાદનું પ્રમાણ ઘટતા ડેમમાં પાણીની આવક 32,299 ક્યુસેકની છે. જેની સામે હાઈડ્રો મારફતે કેનાલમાં 17,879 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી વધીને 334.50 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 335.00 ફૂટ છે. હાલ ડેમની સપાટી રૂલ લેવલથી 0.50ફૂટ દૂર છે.