તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • South Gujarat Pass Holders Should Be Allowed To Travel In 'Intercity', Memu, Shuttle With 'Pass' Instead Of 'Ticket': Chamber

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:દક્ષિણ ગુજરાતના પાસ હોલ્ડરોને ઇન્ટરસિટી, મેમુ, શટલમાં ‘ટિકીટ’ને બદલે ‘પાસ’થી મુસાફરી કરવા દો: ચેમ્બર

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નોકરીયાત વર્ગે રોજ રૂ. 200 થી 300 ખર્ચવા પડે છે, રેલવે મંત્રી ગોયલને રજૂઆત

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રેલ્વે મંત્રી પિયુષ ગોયલને દક્ષિણ ગુજરાતના પાસ હોલ્ડરો માટે ઇન્ટરસિટી, મેમુ અને શટલ ટ્રેનોમાં ‘ટિકીટ’ને બદલે ‘પાસ’થી મુસાફરી કરવા દેવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી છે.

ચેમ્બરની રેલ્વે કમિટીની મિટીંગમાં કમિટીના ચેરમેન રાકેશ શાહે કમિટીના વિવિધ સભ્યો સાથે દક્ષિણ ગુજરાતમાંથી ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને પડી રહેલી વિવિધ સમસ્યા વિશે ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાત તથા મહારાષ્ટ્રના વિવિધ સ્થળે નોકરીએ જતા નોકરીયાત વર્ગ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારીગર વર્ગને ટિકીટ પેટે રોજના રૂ. 200થી 300 ખર્ચવા પડી રહ્યા છે. લોકડાઉન પહેલા દક્ષિણ ગુજરાતનો કારીગર વર્ગ ‘પાસ’થી મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ લોકડાઉન દરમ્યાન કરાયેલા તેમજ અત્યારે પણ હયાત પ્રાવધાન મુજબ તેઓને રિઝર્વેશનથી ટિકીટ લઇને મુસાફરી કરવી પડે છે. આથી કારીગર વર્ગને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવા પાસ હોલ્ડરો ‘ટિકીટ’ને બદલે ‘પાસ’થી મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો