તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સુરત સહિત દક્ષિણ ગુજરાતને પાણી માટે 1 વર્ષ તકલીફ નહીં પડે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં 55 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ચોમાસાની શરૂઆતમાં ડેમની સપાટી 314 ફૂટ હતી. છેલ્લા 2 માસમાં ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થતા સપાટી વધીને 325.79 ફૂટ પહોંચી છે. ડેમની કુલ જીવંત પાણી સંગ્રહ ક્ષમતા 6729 એમસીએમ છે. જેની સામે હાલમાં 3732.26 એમસીએમ પાણી છે.

વર્ષે સુરત સહિત દક્ષિણ ગુજરાતને સિંચાઇ અને પીવા માટે અંદાજે 3 હજાર એમસીએમ પાણીની જરૂરિયાત છે. જેની સામે પ્રર્યાપ્ત પાણીની માત્રા હોઇ હાલની ડેમની સ્થિતિએ આગામી 1 વર્ષ સુધી દ.ગુ.ને પાણી માટે તકલીફ પડશે નહિં. ગરમીનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. સોમવારે મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...