કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંના નિકાસ ઉપર કરવામાં આવેલા પ્રતિબંધને લઈને ખેડૂત સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે લીધેલા એક નિર્ણયને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતથી ખેડૂતોને મોટાપાયે નુકશાન થાય એવી પરિસ્થિતિ ઉભી થશે તેવું ખેડૂતોને માનવું છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસને લઈને કરવામાં આવેલી જાહેરાતને પરત ખેંચી લે તેવી માંગ કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવા માટેની વાતો કરે છે. બીજી તરફ ખેડૂતોના આર્થિક હિતોને નુકસાન થાય તે પ્રકારના નિર્ણયો લઇ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. સરકારના ખેડૂતની વાતો અને બીજી તરફ નિકાસ ઉપર કરવામાં આવેલા પ્રતિબંધના નિર્ણય સાથે સુસંગત નથી. ખેડૂતો માની રહ્યા છે કે, વધતી જતી મોંઘવારી, વધતા જતા ડિઝલના ભાવ અને ખેતી કરવા માટે જરૂરી એવા બિયારણ, ખાતર, દવા, મજુરીના ભાવો વધવાથી ખેતી ખર્ચાળ બનતી જાય છે. એવા સંજોગોમાં સરકાર દ્વારા ઘઉની નિકાસ પર પ્રતિબંધ અંગેની જાહેરાતના નિર્ણયના કારણે ઘઉં ઉત્પાદન કરતા ખેડુતોને નુકશાન થશે.
ખેત વપરાશ માટે 24 ક્લાક વિજળી આપવામાં આવે: ખેડૂત સમાજ
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે તત્કાલીક અસરથી ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધનો નિર્ણય પરત લેવો જોઈએ. ઘઉંનો એમએસપી ભાવ ૩૦૦૦/- પ્રતિ કિવટલ કરવામાં કરવાની જાહેરાત કરવી જોઈએ. ખેત વપરાશ માટેના ડિઝલ પર 50% સબસીડી આપવામાં આવે તથા તમામ રસાયણીક ખાતરના ભાવ 1 માર્ચ 2004ના સમયે હતો તે મુજબના ભાવે ખેડૂતોને આપવામાં આવે. ખેત વપરાશના તમામ સાધાનો પર જી.એસ.ટી નાબુદ કરવામાં કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને રાહત થાય. ખેત વપરાશ માટે 24 ક્લાક વિજળી આપવામાં આવે, કૃષિપંચની રચના કરવામાં આવે, કૃષિનું બજેટ અલગ ફાળવી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે આવી કેટલીક મહત્વની માંગોને સરકારે પૂરી કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.