દક્ષિણ ગુજરાતના લઘુમતી ડિપાર્ટમેન્ટ સંમેલન યોજાયુ હતું. સંમેલન દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના હોદ્દેદારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સાથે સાથે અન્ય લઘુમતી મંચના પણ કાર્યકર્તા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દક્ષિણ ગુજરાતમાં લઘુમતી ડિપાર્ટમેન્ટમાં અલગ-અલગ હોદ્દાઓની જાહેરાત કરવામાં આવતાં મામલો બિચક્યો હતો. કાર્યક્રમ દરમિયાન જ હોદ્દા આપવાની જાહેરાતને લઇને હોબાળો થઈ ગયો હતો. હોદ્દાની જાહેરાત થતાની સાથે જ આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દૌર શરૂ થઈ જતાં થોડા સમય માટે સોંપો પડી ગયો હતો.
કાર્યકરોનું મોરલ ડાઉન કરાયાના આક્ષેપ
હાલના માઈનોરીટી વર્કિંગ ચેરમેન મુક્કદર રંગોલીએ કહ્યું કે, કદીર પીરજાદાના ઈશારે નવા હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી છે. વઝીર ખાન સાથે મારી થયેલી વાતચીત પ્રમાણે કાર્યક્રમમાં કે કાર્યક્રમ બાદ નવા કોઈ હોદ્દાની જાહેરાત કરવામાં આવશે નહીં. પરંતુ, કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ અલગ-અલગ હોદ્દાઓની જાહેરાત થવાની શરૂ કરી દેતાં મેં વિરોધ નોંધાવ્યો હતો. હું પોતે માઈનોરીટી વર્કિંગ કમિટીમાં હોવાને કારણે અન્ય કોઈ હોદ્દા મારી મંજૂરી વગર જાહેર થઈ શકે નહીં. પરંતુ, તેમણે પોતાની રીતે જ જાહેરાત કરવાની શરૂ કરી દીધી હતી. જેમાં કદીર પીરજાદાએ પોતાના માનીતા અને નજીકના લોકોને આપી દીધા હતા. લાલ ખાન પઠાણ જેવા પક્ષ પલટુને ચેરમેન બનાવી દેવામાં આવી રહી છે. તેના કારણે આવા નેતાઓ અને કાર્યકર્તાઓનું મોરલ ડાઉન કરે છે. તેના કારણે જ કોંગ્રેસ મજબુત થઇ શકતી નથી. મને પહેલા વિશ્વાસમાં લઇને કહ્યું હતું કે, કોઈ નવા હોદ્દાઓની જાહેરાત કરવામાં આવશે નહીં. ત્યારબાદ મને અંધારામાં રાખીને જાહેરાતો કરવાનું શરૂ કરી દેવાયું હતું.
વાતાવરણ બગાડવા પ્રયાસ-કલ્યાણી
સુરત શહેર માઇનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી ચેરમેન અરશદ કલ્યાણીએ જણાવ્યું કે, મુક્કદર રંગોલીએ ખોટી રીતે પ્રશ્નો ઊભા કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની રીતે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ મજબુત થાય તેના માટે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે. હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. માઇનોરિટી ડિપાર્ટમેન્ટમાં જે લોકો પોતાની પકડ રાખે છે. કોંગ્રેસ સાથે વહેલા છે. પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે. તેવા લોકોને બધા આપવામાં આવ્યો છે. મુક્કદર રંગોલી, કદીર પીરઝાદા તેમજ અન્ય લોકોની જે વાત કરી રહ્યા છે. તેમાં કોઈ તથ્ય નથી. તે માત્ર વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.