સુરતમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
6થી 7 જેટલા યુવાનોએ હૂમલો કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતમાં લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોજ પર જૂની અદાવતમાં તલાવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. 6થી 7 જેટલા યુવાનોએ આ હુમલો કર્યો હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ ફૂટેજમાં હુમલો કરનાર યુવાનો છુપાઈ જવા માટે દોડી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે.
જૂની અદાવતમાં હૂમલો કરાયો
જે બન્ને મિત્રો પર અચાનક થયેલા જીવલેણ હુમલાથી બચાવવા હુમલાખોરો સામે લડત આપતા પણ દેખાય છે. અન્સારી અહેજાજે જણાવ્યું હતું કે મસીન કાલિયા વિરુદ્ધ મે લાલગેટ પોલીસ અને CP સાહેબને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પાછી ખેંચી લેવા અગાઉ માથાકૂટ પણ થઈ હતી. જેની અદાવતમાં આ હુમલો કરાયો છે. મોસીન કાલિયો 16 પેટી દારૂના કેસમાં DCB પોલીસના ચોપડે વોન્ટેડ છે અને જાહેરમાં દારૂનો વેપલો અને હુમલાઓ કરી પોતાની ધાક ઉભો કરી રહ્યો છે. આ હુમલામાં બરકતભાઈ નામના વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે.
હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી
DCP ભાવના પટેલે જણાવ્યું હતું કે, રામપુરા વિસ્તારમાં કેટલાક હુમલાખોરોએ બે યુવકો પર તલવાર જેવા હથિયારોથી હુમલો કર્યો છે. ફરિયાદીની પૂછપરછમાં હાલ ફાયરિંગની કોઈ ઘટના સામે આવી નથી અને હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. લાલગેટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.