કેન્સર થી મૃત્યુ પામેલા સસરાની આઠમો પુણ્યતિથિ નિમિત્તે પુત્રવધુ મમતાબેન ગાબાણીએ નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં 35 વર્ષથી ઉપરના 200 ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. વરાછા વિસ્તારમાં અને સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજમાં ખૂબજ જાણીતું નામ અને સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ હતી તેવા દેવજીભાઈ ધનજીભાઈ ગાબાણી (ભટવદર) નુ કેન્સર ના કારણે અવસાન થયું હતું.
પરિવાર આર્થિક રીતે સંપન્ન હોવા છતાં પણ બચાવી શક્યા નહોતા કારણ કે કેન્સર ખૂબ આગળ વધી ગયા પછી જાણ થઈ હતી. તેથી વર્તમાન સમયમાં કોઈપણ વ્યક્તિને કેન્સરની શરૂઆત હોય ત્યાં જ તેમની સારવાર થઈ જાય તો તેમની જિંદગી બચી શકે તે હેતુથી તેમની પુત્રવધુ એ કોઈપણ વ્યક્તિને કેન્સરની અસર હોય તો પણ અત્યારથી ખબર પડી જાય તે હેતુથી નિશુલ નિદાન કેમ રાખ્યો હતો જેમાં સ્ત્રીઓ માટે ગર્ભાશય કેન્સર,સ્તન કેન્સર, ભાઈઓ માટે મોઢાનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું.
સમયસર ઓપરેશન કરાવી સારવાર લઈ શકે
દરેક વ્યક્તિ એવું સમજતા હોય કે મને કોઈ જાતનો રોગ નથી. ખાસ કરીને મહિલાઓ તે બાબત જાગૃત હોતા નથી. કદાચ કોઈને ડિટેક્ટ થાય તો સમયસર ઓપરેશન કરાવી શકે અને સારવાર લઈ શકે તે હેતુથી મારા પત્નીએ નિશુલ્ક કેમ્પનું આયોજન કર્યું હતું. - ડો. અશ્વિન ગાબાણી, યુરોલોજિસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.