તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમલગ્નની અદાવત:સુરતના પલસાણામાં સસરાએ મિત્ર સાથે મળી જમાઈની અપહરણ બાદ હત્યા કરી, તરફડિયા મારીને મોત ન થયું ત્યાં સુધી ત્યાં જ રોકાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક રાહુલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક રાહુલની ફાઈલ તસવીર.
  • વાંકાનેડામાં સસરા અને તેના મિત્રે જાહેરમાં જમાઈને માર માર્યો ને ગ્રામજનોએ પારિવારિક સમસ્યા સમજી ત્રણેયને નજર અંદાજ કર્યા હતા
  • જમાઈ જીવ બચાવવા ભાગ્યો પણ ગ્રામજનોએ જ જમાઈને પકડીને સસરા અને તેના મિત્રના હવાલે કર્યા બાદ હત્યા કરી નાખી હતી

સુરતના પલસાણામાં પ્રેમલગ્ન બાદ દારૂના નશામાં વારંવાર સસરા સાથે ઝઘડો થતા સસરાએ મિત્ર સાથે મળીને જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું, જે ઘટનામાં કડોદરા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સસરા અને તેના મિત્રએ જમાઈને મોપેડ પર અપહરણ કરી વાકાંનેડાથી અંત્રોલીની સીમમાં લઈ જઈ રૂમાલ વડે ટૂંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા કરી હત્યા કરી હતી. હત્યા બાદ બંનેએ એટલી ક્રુરતા કરી હતી કે, જમાઈ તરફડિયા મારી રહ્યો હતો અને જ્યાં સુધી મોત નહિ થાય ત્યાં સુધી બંને ત્યાં રોકાયા હતા. ત્યારબાદ લાશને ઝાડીમાં નાખી ભાગી છૂટ્યા હતા.

ઘટના શું હતી?
સુરત શહેરના પરવત પાટીયા સ્થિત રહેતા એક યુવકે પલસાણા તાલુકાના વરેલી ગામની એક યુવતી સાથે ચાર વર્ષ અગાઉ પ્રમલગ્ન કરી લીધા હતા. જે બાબતે યુવક સાથે ફોન પર યુવતીના પિતાનો ઝગડો થતો હતો, દરમિયાન યુવતીના પિતાએ પ્રેમલગ્નની અદાવત રાખી, અઠવાડિયા પહેલા યુવકનું અપહરણ કરી અંત્રોલી ગામે લઇ જઇ હત્યા કરી લાશ ઝાડીમાં ફેંકી દેવામાં આવી હતી. યુવતીએ પતિના ગુમ થવા બાબતે પોલીસમાં ફરિયાદ કરી હોય અને શંકા પિતા પર વ્યક્ત કરતા આખરે હત્યાનું રહસ્ય ખુલ્યું હતું. યુવકની હત્યા સસરાએ અન્ય રિક્ષા ચાલકની મદદ લઇ કરી હોવાનું બહાર આવ્યું છે.

આરોપી સસરા અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી.
આરોપી સસરા અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી.

મૃતકે ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા
સુરત શહેર પરવત પાટીયા સ્થિત સંતોષ નગરમાં રહેતા રાહુલ શંકર પ્રસાદ શાહ (ઉ.વ.32)એ 4 વર્ષ અગાઉ પલસાણા તાલુકાના વરેલી ગામે ગીત ગોવિંદ સોસાયટીમાં પરીવાર સાથે રહેતી સ્વીટી નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ પ્રેમલગ્ન કરી ભાગી ગયા હતા. જેને કારણે સ્વીટીના પિતા મનોજ નંદપ્રસાદ ઝા જમાઈ રાહુલની સાથે અવાર નવાર ફોન પર ઝગડો કરતા હતા. દરમિયાન પોતાની દીકરીની સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન કરી લીધા હોવાની અદાવત રાખીને મનોજનંદ પ્રકાશે 8 દિવસ પહેલા તેના મિત્ર રણજીત જે રીક્ષા ચલાવે છે, તેની સાથે મળીને તેમની એક્ટીવા (GJ-19-BB-8868) પર મારી નાખવાના ઇરાદે વાંકાનેડા ગામથી તેનું અપહરણ કરી ગયા હતા.

દીકરીએ જ પિતા પર શંકા વ્યક્ત કરી હતી
અપહરણ બાદ જમાઇને ઢીક મુક્કીનો માર મારતા મારતા અંત્રોલી ગામની સીમમાં રીંકુ સ્કુલની સામે આવેલ ખુલ્લી ઝાડીઓમાં લઇ જઈ રાહુલના ગળે કાપડની ટુકડા વડે ગળે ટુંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા મારી તેની ઠંડા કલેજે હત્યા કરી હતી. ત્યારબાદ લાશ કોઇને મળે નહીં તેમ ઝાડીઓમાં ફેંકી દઈ બન્ને આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ અઠવાડિયા પહેલા ગુમ થયેલ પતિ અંગે સ્વીટીએ કડોદરા પોલિસ મથકમાં પતિના ગુમ થવા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી અને પોતાના પિતા પર શંકા વ્યક્ત કરી હતી. કડોદરા પોલીસે આ દિશામાં તપાસ કરી સસરાની પૂછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. યુવતીના પિતા તેમજ રીક્ષાના ડ્રાઈવરને પોલીસે અટક કરી યુવકની લાશનો કબ્જો લીધો હતો. કડોદરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવક યુવતીના પ્રેમલગ્ન બાદ સસરાએ જમાઈની હત્યા કરતા પ્રેમ લગ્નમાં આવેલ કરૂણ અંજામને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

આરોપીઓને સાથે રાખી જમાઈની હત્યાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું.
આરોપીઓને સાથે રાખી જમાઈની હત્યાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું.

જમાઈની હત્યાનો ઘટનાક્રમ
સસરા અને તેના મિત્ર દ્વારા જમાઈની હત્યાનું રિકન્સ્ટ્રક્શનમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઘટના દિવસે રાહુલે તેના ગુડ્ડુ નામના મિત્રના ફોન પરથી કોંફરન્સમાં સસરા મનોજ સાથે વાત કરી બોલાચાલી કરી હતી. બાદ મનોજે તેના રિક્ષા ડ્રાઇવર મિત્ર રણજિત સાથે મળી 25 જાન્યુઆરી રોજ બપોરના સમયે રાહુલનું વરેલી ખાતેથી મોપેડ પર અપહરણ કરી લાવી વાંકાનેડા ગામની સીમના લાવ્યા હતા અને ત્યાં જાહેરમાં રાહુલને માર માર્યો હતો. ગ્રામજનોએ પારિવારિક સમસ્યા સમજી ત્રણેયને નજર અંદાજ કર્યા હતા

એક આરોપી વતન જતો રહ્યો અને આરોપી સસરા રિક્ષા ચલાવવા લાગ્યા
મનોજે પથ્થર વડે રાહુલનું માથું ફોડી નાખતા રાહુલ જીવ બચાવી ભાગ્યો હતો, જે જોઈ સસરા મનોજે રાહુલને પકડવા 'મેરી લડકી કો લેકે ભાગા પકડો પકડો' એમ કહી પાછળ દોડ્યો હતો, જે જોઈ ગ્રામજનોએ જ રાહુલને ફરી પકડી મનોજને સોંપ્યો હતો. બાદ મનોજે એક રાહદારી પાસેથી નજીકની દુકાનમાંથી બ્લેડ મગાવ્યું અને ફરી રણજિત અને મનોજ મળી લોહીલુહાણ હાલતમાં રાહુલને મોપેડ પર બેસાડી નહેરવાળા રસ્તે રિંકુ સ્કૂલની સામે લઈ ગઈ મનોજે રાહુલના ગળામાં રૂમાલથી ટૂંપો આપી બ્લેડ વડે ઘા માર્યો હતો. રાહુલ તરફડિયા મારી રહ્યો હતો અને જ્યાં સુધી રાહુલનું મોત નહિ થાય ત્યાં સુધી બને ત્યાં રોકાયા હતા. રાહુલના મોત બાદ બને રાહુલની લાશને નજીક ઝાડીમાં નાખી ભાગી છૂટ્યા હતા. જે બાદ મનોજ વતન ભાગી છૂટ્યો હતો અને રણજિત રિક્ષા ચલાવવા લાગ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો