તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પુત્ર ન જન્મતા બિલ્ડરે 2 દીકરી સાથે પત્નીને કાઢી મુકતા ઘર બહાર ધરણાં

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
સસરાના ઘરની બહાર સેવાભાવી સંસ્થા સાથે ધરણાં કરતી પરિણીતા. - Divya Bhaskar
સસરાના ઘરની બહાર સેવાભાવી સંસ્થા સાથે ધરણાં કરતી પરિણીતા.
 • શું બે દીકરીને જન્મ આપવો ગુનો છે? લખેલા બેનર સાથે વરાછામાં રોષ

વરાછામાં બિલ્ડર વિપુલ સવાણીએ દહેજ માટે તેમજ પુત્ર નહીં જન્મતા પત્નીને ત્રાસ આપીને બંને પુત્રી સાથે ઘરમાંથી કાઢી મુકી હતી.જેથી પરિણીતાએ બંને દીકરી સાથે સસરાના ઘર સામે જ ધરણાં કર્યા છે. મોનિકા (નામ બદલ્યું છે)ના લગ્ન 2007માં બિલ્ડર વિપુલ નરશી સવાણી(રહે.શ્વેત રાજહંસ સોસાયટી, ખોડિયારનગર રોડ, વરાછા) સાથે થયા હતા.સુરત અને વડોદરામાં તેની સાઇટ ચાલે છે. સંતાનમાં બે દીકરી છે. લગ્નના થોડા માસ બાદ વિપુલ અને સાસરિયાઓ નાની-નાની વાતે ત્રાસ આપી દહેજ માંગતા મોનિકાના પિતાએ 3 લાખ અને કાર પણ આપી હતી.

બંને દિકરીઓ જન્મતા સાસરિયાઓ નારાજ થયા હતા. તેમને દીકરો જોઈતો હતો. વિપુલ ઘણી વખત વડોદરા એકલો રહેતો હતો. મોનિકા સંતાનો સાથે વડોદરા રહેવા ગઈ હતી. ત્યાં વિપુલ મકાનનો હપ્તો ન ભરતા મોનિકા સંતાનો સાથે સુરત આવી હતી. ત્યારે સાસરિયાઓએ મોનિકા અને બંને પુત્રીને કાઢી મુકી હતી. દોઢ વર્ષથી પિતાના ઘરે રહેતી મોનિકાએ સસરાના ઘર સામે ધરણાં કરી પતિ વિપુલ, સસરો નરશી, સાસુ લીલા,નણંદ વનિતા અને નંદોઈ વિજય સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો