ગૌરવ:રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર બન્યો, સુરત એરપોર્ટ પર સ્વાગત કરાયું

સુરત5 મહિનો પહેલા
સામાન્ય પરિવારના સ્વપ્નિલે અથાગ મહેનત કરી સેનામાં પસંદ થવાની સફળતા મેળવી હતી.
  • સ્વપ્નિલે નોકરી સાથે અભ્યાસ પૂર્ણ કરીને સેનામાં જોડાવાનું સપનું સાકાર કર્યું

સુરત શહેરના ડિંડોલીમાં રહેતો સ્વપ્નિલ ગુલાલે ઇન્ડિયન આર્મીમા લેફ્ટનન્ટ ઓફિસર તરીકે સિલેક્ટ થયો છે. સામાન્ય પરિવારના સ્વપ્નિલે અથાગ મહેનત કરી સફળતા મેળવી હતી. તેણે નોકરીની સાથે અભ્યાસ પૂર્ણ કરીને સેનામાં જોડાવાની સિદ્ધ મેળવી છે. ટ્રેનિંગ લઇને પરત આવેલા સ્વપ્નિલનું સુરત એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વપ્નિલના પિતા નિવૃત્ત પોસ્ટ માસ્ટર છે અને સ્વપ્નિલની પહેલી પોસ્ટિંગ લેફ્ટનન્ટ ઓફિસર તરીકે રાજસ્થાનના જેસલમેર ખાતે થઈ છે.

પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતો હતો
નવાગામ ડિંડોલીમાં ખોડલકૃપા સોસાયટીમાં રહેતા સ્વપ્નિલકુમાર સુરેશભાઇ ગુલાલેના પિતા નિવૃત્ત પોસ્ટ માસ્ટર છે. આર્થિક રીતે મધ્યમવર્ગીય ગુલાલે પરિવારના સ્વપ્નિલનું ધ્યેય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું હતું. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે ભણતર પૂરું કરવામાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્વપ્નિલ અભ્યાસની સાથે સાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતો હતો. તે કોલેજમાં અને ખાનગી ટ્યૂશનમાં બાળકોને ભણાવતો હતો. સ્વપ્નિલે પ્રાથમિક શિક્ષણ ડિંડોલી માતૃભૂમિ સ્કૂલમાં લીધું હતું. પી.ટી સાયન્સ કોલેજમાં બી. એસસી.માં એડમિશન લીધુ હતું.

હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર ગુલાલેએ પિતરાઇ ભાઇ સ્વપ્નિલને આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.
હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર ગુલાલેએ પિતરાઇ ભાઇ સ્વપ્નિલને આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

હેડ કોન્સ્ટેબલ પિતરાઇ ભાઇએ પ્રોત્સાહિત કર્યો હતો
ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર ગુલાલેએ પિતરાઇ ભાઇ સ્વપ્નિલને આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જેથી કોલેજમાં એન.સી.સી.માં એડમિશન લીધું હતું. આબુ, સાપુતારા અને રાયગઢમાં એનસીસી કેમ્પમાં ભાગ લીધો હતો. ત્યાં આકરી ટેકરીઓ ઉપર પર્વતારોહણ કર્યું હતું. આખરે તે દિવસ આવી ગયો જેની રાહ સ્વપ્નિલ અને તેનો પરિવાર જોતા હતા.

કોલેજમાં અને ખાનગી ટ્યૂશનમાં બાળકોને ભણાવતો હતો.
કોલેજમાં અને ખાનગી ટ્યૂશનમાં બાળકોને ભણાવતો હતો.

11 મહિના સુધી ચેન્નઇ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી
આર્મીની પરીક્ષા પાસ કર્યા બાદ આખરે સ્વપ્નિલની સેનામાં પસંદગી થઈ હતી. 11 મહિના સુધી ચેન્નઇ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. પહેલી પોસ્ટિંગ લેફ્ટનન્ટ ઓફિસર તરીકે રાજસ્થાનના જેસલમેર ખાતે થઈ છે. નિમણુક થયા બાદ રવિવાર સ્વપ્નિલ સુરત પધાર્યો હતો. ત્યારે તેના પરિવારના સભ્યો અને મિત્રોએ તેનું સુરત એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યો હતો.

દીકરાની આર્મીમાં પસંદગી થતા માતા પણ ખુશખુશાલ થઈ ગઈ હતી.
દીકરાની આર્મીમાં પસંદગી થતા માતા પણ ખુશખુશાલ થઈ ગઈ હતી.
11 મહિનાની ટ્રેનિંગ બાદ સ્વપ્નિલ સુરત પરત ફર્યો હતો.
11 મહિનાની ટ્રેનિંગ બાદ સ્વપ્નિલ સુરત પરત ફર્યો હતો.