• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Someone Swims With Normal People And Wins Gold In A Competition While Someone Practices Swimming In The Ocean And Succeeds

નેશનલ સ્પોર્ટ્સ ડે:કોઈએ નોર્મલ લોકો સાથે સ્વિમિંગ કરી સ્પર્ધામાં ગોલ્ડ જીત્યા તો કોઈએ દરિયામાં સ્વિમિંગની પ્રેક્ટિસ કરી મેળવી સફળતા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક હાથેથી બેટિંગ અને બોલિંગ કરી તમામ લોકોને ખોટા સાબિત કર્યા

કોઈપણ રમત પ્લેયર માટે સરળ નથી હોતી પણ તેમાં પ્લેયર પોતે દિવ્યાંગ હોય ત્યારે તેમના માટે તો બિલકુલ સરળ નથી હોતું. એક હાથ અને પગ વિના કોઈ પણ રમત રમવી શક્ય નથી હોતી ત્યારે સુરતના નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાના પ્લેયરોએ પોતાના માટે આ રમતોને સરળ બનાવી દીધી છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વાંચો આવા જ સુરતના દિવ્યાંગ ખેલાડીઓના સંઘર્ષની કહાની

હાથ, પગ નથી છતાં મક્કમ મનથી પોતાની જાતને સાબિત કરતા રમતવીરોની કહાની

એક હાથે 12 કિલો વજન ઉંચકતો, ઠંડા પાણીમાં સ્વિમિંગ કરતો: ચિરાગ ગાંધી અચિવમેન્ટ: 5 વખત બેસ્ટ બેસ્ટમેન
હું 3 વર્ષનો હતો ત્યારથી જ ક્રિકેટને મારું પેશન બનાવ્યું હતું. 15 વર્ષનો હતો ત્યારે પતંગ પકડવા જતા થાંભલા પર કરંટ લાગ્યો અને તેના કારણે કોણીથી હાથ કાપવો પડયો હતો. હું ઘરની બારીમાંથી નાના છોકરાઓને ક્રિકેટ રમતા જોતો તો મને પણ રમવાની ઘણી ઇચ્છા થતી હતી. તેમ છતાં મેં હિંમત હાર્યા વગર ક્રિકેટને જ પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યુ. અને બેટ લઈને નીકળી પડયો હતો. એ સમયે ઘરવાળા કહેતા હતાં કે, ‘હવે તું ક્રિકેટ મૂકી દે.’ પરંતુ મેં એમની વાત સાંભળવાની જગ્યાએ ક્રિકેટ પર ફોક્સ કર્યુ હતું. મને એક હાથે ક્રિકેટ રમતા ફાવતું નહિ. હું ત્યારે કલાકો સુધી 12 કિલો વજન એક હાથે ઊંચકતો હતો, ઠંડા પાણીમાં કોચ મને સ્વિમિંગ કરાવતા. અત્યારે હું ગુજરાત ટીમનો કેપ્ટન છું. એક હાથ નથી તો શું થયું બે હાથે કરવાનું કામ પણ હું એક હાથે કરી જ રહ્યો છું. અત્યારસુધીમાં 27 નેશનલ અને 2 ઈન્ટરનેશનલ મેચમાં રમી ચુકયો છું.

એક પગ સાથે સ્વિમિંગ કરતા ડુબી જતા હતાશ થયો હતો: હર્ષ વાવડીયા, અચિવમેન્ટ-17 નેશનલ મેડલ

2 012માં કેન્સરના કારણે મારો ડાબો પગ ગુમાવ્યો હતો. હું બીજી કોઈ રમત રમવા સક્ષમ ન હોવાનું માનતો હતો પણ સ્કૂલના કોચે મને સ્વિમિંગ કરવા માટે ગાઈડ કર્યું. શરૂઆતમાં સ્વિમિંગ કરતી વખતે હું પાણીમાં ડુબી જ જતો હતો. જેથી હું હતાશ થઈ ગયો હતો. 2017માં યોજાયેલા ખેલ મહાકુંભમાં મેં નોર્મલ લોકોની સ્પર્ધામાં ભાગ લઈને સ્વિમિંગમાં 2 ગોલ્ડ મેડલ મળતા મારો આત્મવિશ્વાસ વધ્યો. લોકડાઉનમાં સેકન્ડ ઓછી કરવા માટે ઘરમાં જ હાથ-પગ સ્પીડમાં હલાવતો હતો.

વધુ પ્રેક્ટિસ માટે દરિયાના પાણીમાં સ્વિમિંગ કરતો હતો: જૈનીશ સારંગ, અચિવમેન્ટ-15 નેશનલ મેડલ, 10 રાજ્યકક્ષાના મેડલ

2 006થી સ્વિમિંગ કરું છું. 2009માં લીફ્ટમાં હાથ ફસાઈ જવાને કારણે ડાબો હાથ તૂટી ગયો હતો એટલે મેં હતાશ થઈને સ્વિમિંગ છોડી દીધું હતું. પણ 2012માં મેં ફરીથી સ્વિમિંગ ચાલુ કર્યું. એક હાથ ન હોવાને કારણે ઘણી તકલીફ પડતી હતી. ધીરે ધીરે પ્રેક્ટિસ કરીને 2013માં બેંગલોરમાં યોજાયેલી સ્પર્ધામાં 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. સ્પર્ધામાં મારા કરતા વધુ દિવ્યાંગ લોકોને રમતા જોઈને મને મોટિવેશન મળ્યું. ત્યારપછી મેં 5 ગોલ્ડ, 5 સિલ્વર & 15 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. વધુ સારી પ્રેક્ટિસ માટે દરિયામાં સ્વિમિંગ કરતો.

અન્ય સમાચારો પણ છે...