તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા શક્તિને નમન:કોઈએ મહિલાઓને રોજગારી આપી તો કોઈએ પછાત બાળકોને ભણાવવા જીવન અર્પણ કર્યું

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિના રાવે ગરીબ બાળકોને આગળ વધારવા માટે નોકરી કરવાની જગ્યાએ વિના મૂલ્યે શિક્ષણ આપવાની શરૂઆત કરી
  • શહેરની એક સંસ્થા દ્વારા વન્ડર વિમેન્સ એવોર્ડનું આયોજન

આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે સિટી ભાસ્કર એવી 3 મહિલાઓની કહાની લઈને આવ્યું છે જેમાં કોઈએ અન્ય મહિલાઓને રોજગારી અપાવવા પોતાની નોકરી છોડી, તો કોઈએ પોતાના પરિવાર માટે પોતાના દાગીના ગીરવે મૂકીને પણ ટી સ્ટોલ ચલાવ્યો, તો કોઈએ ગરીબ બાળકોને ભણાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. વન્ડર વિમેન્સ અવોર્ડ-2021 માં સેજલ શાહ, કાજલ ત્રિવેદી અને બીના રાવનું સન્માન કરવામાં આવ્યું હતું.વાંચો સિટી ભાસ્કરનો સ્પેશિયલ રિપોર્ટ.

સંઘર્ષ : પતિના કામમાં મદદ કરવા માટે દાગીના ગીરવે મુકીને ટ્રકમાં ચા વેચવાનું શરૂ કરી દિધું
9 વર્ષથી ટી સ્ટોલ ચલાવું છું. પહેલા પ્રોવિઝન સ્ટોર હતો જે હું અને મારા પતિ ચલાવતા. ત્યારે નાણાંકિય તકલીફ હતી. મને કુકીંગનો શોખ છે. તેથી અમે ટી સ્ટોલ માટે ટ્રક શરૂ કરવાનું વિચાર્યું. શરૂ કર્યા પછી 6 મહિના સુધી ઘણી તકલીફ પડી. કોઈ ઈન્કમ જ થઈ નહોતી. જેટલી મૂડી હતી બધી જ ટ્રકમાં નાંખી દીધી. બેંકમાં દાગીના લોન પર મૂકીને ટ્રક ચાલુ રાખ્યું હતું. લોકડાઉન વખતે પણ બેથી ત્રણ વખત મારી ફુડ ટ્રક ઊઠાવીને લઈ ગયા હતા.

સમર્પણ : 14 વર્ષમાં 10 હજાર ઝૂપડ પટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને ફ્રિમાં શિક્ષણ આપ્યું​​​​​​​
હું 2006થી હળપતિ સમાજના બાળકોને શિક્ષણ આપું છું. અત્યારસુધી 10 હજારથી વધુ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું છે. મારા પિતા શિક્ષક હતા તેથી મારે પણ આ જ ક્ષેત્રમાં જોડાવું હતું. સાથે મને સમાજસેવા કરવાની પહેલેથી ઈચ્છા હતી. તેથી મેં પહેલા 2006 માં એકલીએ સુરતની વિવિધ જગ્યાએ જઈ હળપતિ સમાજના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. હું અને મારા પતિ રોજ વિવિધ ગામોમાં નીકળી જતા હતા.

સેવા : મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે નાના ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં મદદ કરી ​​​​​​​
4 વર્ષથી મહિલાઓને રોજગારી અપાવવાનું કાર્ય કરું છું. મહિનાઓને આત્મનિર્ભર ભારત હેઠળ ગ્રુમીંગ કરવું, ટ્રેનિંગ આપવી, કંપની સાથે જોડવામાં તેમને મદદ કરવી એ રીતે કાર્યરત છું. એ પહેલા જાણીતી કંપનીમાં મેનેજરના પદે નોકરી કરતી હતી. પરંતુ જોયું કે ઘણી મહિલાઓ કામ કરવા તો ઈચ્છે છે પરંતુ તેમને કામ સરળતાથી કામ મળી રહેતું નથી. તેથી આ કાર્ય શરૂ કર્યું. સુરતની આજુબાજુના ગામમાં જઈ તેમને મહિલાઓને રોજગારી મળે તે માટે વિવિધ રીતે પ્રયાસ કરું છું. મહિલા ગૃહ ઉદ્યોગ નામે સંસ્થા શરૂ કરી છે. આ રીતે અત્યાસુધી 500 બહેનોને રોજગારી અપાવી છે.

અન્ય સમાચારો પણ છે...