રજુઆત:સાયણમાં ‘રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજની સમસ્યા ઉકેલો’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ સરકારી કચેરીએ ઢોલ પ્રદર્શન કરશે

સાયણમાં રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ સહિતની વિવિધ સમસ્યાઓ છે, જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ સરકારી કચેરી પર ઢોલ વગાડીની પ્રદર્શન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કે, ‘ઓલપાડના સાયણમાં માર્ગમાં રેલવે સ્ટેશન પર ગુજરાત-ભીલાડ સુપરફાસ્ટ, ફિરોજપુર જન્તા, દાહોદ ઈન્ટરસિટી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ, ફૂટ ઓવરબ્રિજની અગવડતા તેમજ ખેતી વિષયક વીજળીની સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરાઈ છે, પરંતુ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા સાયણને વિકાસના કામોના મુદ્દે ઓરમાયું વર્તન દાખવાય છે.

સાયણ રેલવે ઓવરબ્રિજ બનતા સાયણ મેઈન માર્કેટ ઓવરબ્રિજ નીચે આવી ગયું હતું. જનતા માટે અવરજવર માટે બ્રિજને અડીને ફૂટ બ્રિજ બનાવાયો છે. પરંતુુ ફૂટબ્રિજ ઘણો ઉંચો હોવાથી ગ્રામજનો ઉપયોગ કરતા નથીં માર્કેટમાં ખરીદી માટે 3 કિલોમીટર ચકરાવો કરવો પડે છે. જેથી ગ્રામજનોએ વારંવાર પગદંડી અને અન્ડરગ્રાઉન્ડ પાસ માટે રજુઆત કરતા આવ્યા છે પરંતુ તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે. ’

અન્ય સમાચારો પણ છે...