ઉજવણી:600 દૂધ મંડળી પર 50 કરોડના ખર્ચે સોલાર પેનલ ફિટ કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુમુલે વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણી કરી

1લી જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરત અને તાપી જિલ્લાની સુમુલ ડેરી દ્વારા મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રીન અને સસ્ટેનેબલ એનર્જી સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે ત્યારે સુમુલ ડેરી પણ ગ્રીન એનર્જી તરફ વળી રહી છે. સુરત અને તાપી જિલ્લા મળીને સુમુલ ડેરીની 1200 દૂધ મંડળી છે.

જેમાથી 600 મંડળીઓ પર 50 કરોડ રૂપિયામાં સોલાર પેનલ ફિટ કરવામાં આવશે. જેના ઉપયોગથી દુધ ઠંડુ રાખવાના ફ્રિઝ સહિત અન્ય ઉપકરણો સોલાર એનર્જીથી ચલાવવામાં આવશે. સુરત અને તાપી જિલ્લાનાં 1200 જેટલા ગામો અને 2.50 લાખ દૂધ ઉત્પાદકો સુમુલ ડેરીનાં માળખા મારફત દરરોજ 18 લાખ લીટર જેટલું દૂધ એકત્ર કરે છે અને ઘરે બેઠા દરરોજ રૂપિયા 8 કરોડની આવક મેળવી રહ્યા છે.

સુમુલના પ્રમુખ માનસિંહ પટેલે કહ્યું હતું કે, ‘ વર્ષો પહેલા પશુપાલન વ્યવસાય ફકત ઓલપાડ, ચોર્યાસી, પલસાણા, કામરેજ અને બારડોલી તાલુકામાં હતો પરંતુ આદિવાસી વિસ્તારમાં સુમુલે સધન વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સહકારી માળખુ ગોઠવી સફળ રહેવા બદલ આજે મહુવામાં 442 કરોડ રૂપિયા, વાલોડમાં 140 કરોડ રૂપિયા, વ્યારામાં 266 કરોડ રૂપિયા, ડોલવણમાં 140 કરોડ રૂપિયા, સોનગઢમાં 306 કરોડ રૂપિયા અને માંડવીમાં વાર્ષિક 282 કરોડ રૂપિયાના પશુપાલકોને દુધની આવક થાય છે.’ ત્યારે સુમુલ હવે 600 મંડળી પર સોલાર પેનલ ફિટ કરશે.

અન્ય સમાચારો પણ છે...