તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવે:બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નદીઓ પર બનનારા પુલ માટે દમણગંગામાં સોઇલ ટેસ્ટિંગ કરાયું

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી-4 ફેઝમાં વાપીથી વડોદરા સુધીના 237 કિમીના રૂટ પર નદીઓ પર બ્રિજ બનશે
  • સુરતના વકતાણા ગામમાં 2020ના ડિસેમ્બરમાં જિયોટેક્નિકલ સરવે કરાયો હતો

508 કિલોમીટર લાંબી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન યોજનામાં સી-4 ફેઝ હેઠળ વાપીથી વડોદરાના 237 કિમી રૂટમાં ‌આવતી નદીઓ પર બ્રિજ બનાવવા માટે સાેઇલ ટેસ્ટિંગનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સૌથી પહેલાં વાપીની દમણગંગા નદીની આની શરૂઆત કરવામાં આ‌વી છે.અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ હેઠળ એક તરફ જ્યાં વાપી, સુરત, ભરૂચ અને વડોદરાના રૂટ પર આવનારી નદીઓ પર બનનારા બ્રિજ માટે સોઇલ ટેસ્ટિંગ શરૂ કરાયું છે તેની સાથે સાથેે વલસાડમાં પહેલાં પિલરનું કામ ચાલુ કરી દેવાયું છે.

અહિંયા પિલરના ઓપન ફાઉન્ડેશન(પાઇલ કેપ)થી કોંક્રિટિંગ કરી લેવામાં આવ્યું છે. સુરતમાં બુલેટ ટ્રેનનું કામ ચાલુ કરવાને લઇને ડિસેમ્બર 2020માં વકતાણા ગામમાં જિયોટેક્નિકલ સરવે ચાલુ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે મુંબઈ-અમદાવાદ વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વાપીમાં 600 કરોડના ખર્ચે ડુંગરામાં 1200 મીટર લંબાઇનું સ્ટેશન બનશે. આ સ્ટેશન 1200 મીટર લંબાઇનું હશે.

પહેલાં નિરીક્ષણ કરી લેવામાં આ‌વ્યું છે
એનએચએસએરસીએલના અધિકારીના જણાવ્યા અનુસાર સી-4 પેકેજ સાઇટનું નિરીક્ષણ પહેલાં કરી લેવામાં આવ્યું છે. વલસાડમાં પિલરનું કામ ચાલુ કરી દેવાયું છે. પેકેજ-સી4માં સુરત ડેપો સિવાય ભરૂચ, બિલિમોરા અને વાપી સ્ટેશન બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...