ઓકટોબર મહિનામાં ભરૂચમાં પકડાયેલો 1.33 કરોડ રૂપિયાના ગાંજાના ગુનામાં વોન્ટેડ બે સૂત્રધારોને સુરત એસઓજીએ ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતાં અત્યંત ચોંકાવનારી હકીકતો પોલીસને જાણવા મળી હતી. બન્ને નશીલા પદાર્થોના સૂત્રધારો ગાંજાની ગોળી બનાવી સુરતમાં છુટક પાનના ગલ્લાઓ અને કરિયાણાની દુકાન પર વેચાણ કરતા હતા.
જો કે સુરતમાં કયા પાનના ગલ્લાઓ પર સપ્લાય કરતા હતા આ અંગે સુરત એસઓજીએ ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે. બન્ને આરોપીઓમાં ઉદયલાલ છગુજી પ્રજાપતી(20)(રહે,બાલાજીનગર સોસા,નવાગામ,ડિંડોલી) અને અંબાલાલ રારૂજી કલાલ(53)(રહે,રત્નપ્રભા સોસા,લિંબાયત) કરિયાણાની દુકાન ચલાવે છે.
ઓકટોબર મહિનામાં ભરૂચ એસઓજીએ હાઇવે પરથી 1334 કિલો ગ્રામ ગાંજો રૂ.1.33 કરોડનો પકડી પાડી 3 શખ્સોને પકડી પાડયા હતા. જે તે વખતે રાજસ્થાનના બે યુવકોને ડિલિવરી આપવા જવાની આરોપીઓએ કબૂલાત કરી હતી.
આથી રેલો સુરત આવે તે પહેલા આરોપી અંબાલાલ અને ઉદયલાલ સુરત છોડી રાજસ્થાન ભાગી ગયા હતા. મંગળવારે સાંજે બન્ને જણા રિંગરોડ સહારા દરવાજા અશોકા હોટેલની પાસે ભેગા થવાની હકીકતો મળતા એસઓજીએ બન્ને દબોચી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.