સોસાયટી પ્રમુખોને ‘ખો’:સુરત પાલિકાએ નવરાત્રિની જવાબદારી સોસા. પ્રમુખ-સેક્રેટરીઓના માથે નાંખી

સુરતએક વર્ષ પહેલા
શેરી ગરબાની ફાઈલ તસવીર - Divya Bhaskar
શેરી ગરબાની ફાઈલ તસવીર
  • 5500 જેટલી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી સાથે મિટિંગ કરી નોટિસ આપી
  • નવરાત્રિમાં મર્યાદિત સંખ્યા વચ્ચે માત્ર માતાજીની આરતી કરવા અંગેની છૂટછાટ

રાજ્ય સરકારના દિશા નિર્દેશ બાદ શેરી ગરબાના આયોજનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મર્યાદિત સંખ્યા વચ્ચે માત્ર માતાજીની આરતી કરવા અંગેની છૂટછાટ આપવામાં આવી છે. જોકે, તે દરમ્યાન જો શેરી ગરબાના આયોજનો કરવામાં આવશે અને નીતિ-નિયમોનું ભંગ કરાશે તો પોલીસ ફરિયાદ સુધા કરવાની ચિમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પાલિકા દ્વારા 5500 જેટલી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી સાથે મિટિંગ કરી નોટિસ આપવામાં આવી છે.

લોકોનો જમાવડો થાય તેવા કાર્યક્રમોના ન કરવા સૂચના
સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના આદેશ બાદ શેરી ગરબાના આયોજનોને લઈ 5500થી વધુ સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરીઓ સાથે મિટિંગો યોજી નોટિસ આપવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલા દિશા નિર્દેશ મુજબ શેરી ગરબાના આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ માતાજીની આરતી અને પૂજા કરવા માટેની નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે. જોકે લોકોનો જમાવડો થાય તેવા કાર્યક્રમોના ન કરવા માટેની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે.

નવરાત્રિમાં દરેક ઝોનમાં એક ટીમ બનાવવી બાઝ નજર રખાશે
સુરત મહાનગરપાલિકા દ્વારા આ માટે દરેક ઝોનમાં એક ટીમ બનાવવામાં આવી છે. જે ટીમો દ્વારા સુરતના અલગ-અલગ સોસાયટીઓમાં થતા કાર્યક્રમો પર બાઝ નજર રાખશે. એટલું જ નહીં પરંતુ જો નીતિ - નિયમોનો ભંગ કરવામાં આવશે તો પ્રથમ સમજાવટ બાદ શક્ય હશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરમાં રહીને જ માતાજીની આરતી અને પૂજા કરી નવરાત્રિના પર્વની ઉજવણી કરે.