• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Social Program Including Blood Donation In Surat On The Occasion Of Prime Minister Modi's Birthday, Free Tea Distribution At Railway Station

ઉજવણી:વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં રક્તદાન સહિતના સામાજિક કાર્યક્રમ, રેલવે સ્ટેશન ટિકિટ કેન્દ્ર પર મફતમાં ચાનું વિતરણ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનના જન્મદિવસને યાદગાર બનાવવા રેલવે ટિકિટ કેન્દ્ર પર મુસાફરો માટે નિઃશૂલ્ક ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
વડાપ્રધાનના જન્મદિવસને યાદગાર બનાવવા રેલવે ટિકિટ કેન્દ્ર પર મુસાફરો માટે નિઃશૂલ્ક ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
  • ભાજપ સહિત સામાજિક સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસને યાદગાર બનાવવા સુરતમાં ભાજપ સહિતના સામાજિક સંગઠનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. સામાજિક સંગઠનો દ્વારા બે દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રસીકરણ પણ પાલિકા દ્વારા ડબલ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ દ્વારા દિવ્યાંગોને સાધનો આપવામાં આવ્યાં છે. તો રેલવે ટિકિટ કેન્દ્ર અડાજણ પર મફતમાં ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

71 વિદ્યાર્થીઓને દત્તક લેવાશે
સ્થાઈ સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલએ જણાવ્યું કે, માત્ર કાર્યક્રમ થકી જન્મ દિવસની ઉજવણી જ નહીં કરવામાં આવશે પણ આ પ્રસંગે સમાજને પ્રેરણા મળી રહે તેવું સામાજિક કાર્ય પણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓમાં અભ્યાસ કરતા એવા 71 બાળકોને દત્તક લેવાશે કે જેઓ સીએ બનવા માંગે છે. આ બાળકોના સીએના અભ્યાસ પૂર્ણ થાય ત્યાર સુધીનો તમામ ખર્ચ સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓ ભોગવશે જેમને સી.એ. હરિ અરોરા, પ્રકાશભાઈ ધોરિયાણી અને દિનેશભાઈ ચૌધરીએ આ કાર્ય માટે સાથે લાવી એકજુટ કર્યા છે.

મોદીના જન્મદિવસ નિમિતે 71 કિલોની કેક બનાવવામાં આવી છે.
મોદીના જન્મદિવસ નિમિતે 71 કિલોની કેક બનાવવામાં આવી છે.

કેક નહીં પણ 71 કિલોની જલેબીનું કટિંગ થશે સુરતના મેયર હેમાલીબેન ભોગાવાલાએ જણાવ્યું હતું કે,સામાન્ય રીતે જન્મ દિવસના અવસરે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે પણ અમારા દ્વારા કેક કટિંગ ના બદલે જલેબીની કટિંગ કરાશે. આ માટે ખાસ 71 કિલોની એક વિશાળ જલેબી બનાવવામાં આવી છે જેને કટિંગ કાર્ય પછી અનાથાશ્રમના બાળકોમાં વેંચવામાં આવશે.રાધાકૃષ્ણ મન્દિર સામાજિક સંગઠન દ્વારા મોદીના જન્મ દિવસને આયોજન કરી71 કિલોની પૌષ્ટિક કેક કાપવામાં આવી છે.

ધાર્મિક સંગઠનો દ્વારા પણ વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
ધાર્મિક સંગઠનો દ્વારા પણ વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

પશ્વિમ વિધાનસભામાં વેપારીઓ દ્વારા ડિસ્કાઉન્ટ અપાયું
પશ્ચિમ વિધાનસભાના પૂર્ણેશ મોદીના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેમણે આ અભિયાન હાથ ધર્યું છે. જેથી આ દિવસે લોકો જયારે બહાર હરવા ફરવા કે જમવા કે ખરીદી કરવા નીકળે ત્યારે તેઓને ડિસ્કાઉન્ટ મળતા વધુ ખરીદી માટે તેઓ પ્રેરાય અને આ થકી પણ તેમને આવક ઉભી થાય અને ધંધામાં તેજી આવે. લોકો પણ ખરીદી કરવા જાય ત્યારે તેમને જ ડિસ્કાઉન્ટ મળે ત્યારે મોદીજીના જન્મદિવસ નો અનેરો આનંદ થાય. નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રજામાં હમેશા સૌથી અગ્રસ્થાનના નેતા રહ્યા છે ત્યારે તેમનો જન્મ દિવસમાં સૌ કોઇ આનંદીત જ થાય તેવો પ્રયાસ છે.