નિર્ણય:સુરતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 6 આરોપીને ફાંસીની સજા, 5 કેસમાં હજુ અંતિમ નિર્ણય બાકી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ 2006ના ચકચારી ડબલ મર્ડર કેસમાં ફાંસીની સજા હાઈકોર્ટે રદ કરી હતી

સુરતમાં ગુનાખોરીના ઇતિહાસમાં અત્યાર સુધી 6 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. વર્ષ 2006ના આમ્રકુંજમાં ડબલ મર્ડર કેસમાં ફાંસી અપાયા બાદ હાઇકોર્ટે તે કેન્સલ કરી હતી. વર્ષ 2019માં 27 વર્ષીય અનિલ યાદવને બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં ફાંસી અપાઈ હતી, વર્ષ 2020માં 44 વર્ષીય ટુકના બુધિયા દાસને એપીપી દિગંત તેવારની દલીલો બાદ હત્યાના ગુનામાં ફાંસી અપાઈ હતી. વર્ષ 2021માં ગુુડ્ડુ યાદવને બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસી અને આ જ વર્ષે એટલે કે 2021માં દિનેશ બૈસાણેને પણ બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી.

શહેરમાં જે 6 ફાંસીની સજા અપાઇ છે, તેમાં ચારમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. તમામ કેસમાં આરોપીઓને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઉપરાંત રાષ્ટ્રપતિ સુધી અરજી કરવાની તક હોય 5 કેસમાં અંતિમ નિર્ણય બાકી છે.

હાલની ફાંસીની સજા કયા સ્ટેજ પર?
અનિલ યાદવના કેસમાં હાઇકોર્ટે ફાંસીની સજા મંજૂર રાખી છે. જ્યારે અન્ય કેસમાં હાઇકોર્ટની મંજૂરીની હજી વાર છે. આજે જે ફાંસી અપાઈ છે તેને પણ મંજૂરી માટે હાઇકોર્ટમાં મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...