બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા:સુરતમાં પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પરિણીતાના પતિ અને પિતા પાસેથી પણ રૂપિયાની માગણી કરી

સુરતમાં ફેસબૂક ફ્રેન્ડે બ્લેકમેલ કરી પરિણીતાના પરિવાર પાસેથી 91 હજાર પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 26 વર્ષીય પરિણીતાના ફેસબૂક ફ્રેન્ડે તેના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. જોકે, વધુ રૂપિયાની માગણી કરતા પરિણીતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

વીડિયો કોલ કરાવી તેનું રેકોર્ડિંગ કરી વાઇરલ કરવાની ધમકી
સુરતના પરવતા પાટીયા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન અગાઉ 2019માં ફેસબૂક પર આશિષ જૈન નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. આશિષે પરિણીતાના લગ્ન બાદ બદનામ કરવાની ધમકી આપી તેના અંગત ફોટો અને વીડિયો કોલ કરાવી તેનું રેકોર્ડિંગ કરી વાઇરલ કરવાની ધમકી આપી હતી. પરિણીતાએ બનેવીના એકાઉન્ટમાંથી 16 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આશિષે ફોટો અને વીડિયો ડિલિટ કરવા માટે પરિણીતાના પિતા અને પતિ પાસે રૂપિયાની માગણી કરતા વધુ 75 હજાર તેના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

વધુ રૂપિયાની માગણી કરતા ફરિયાદ નોંધાવી
ફોટો-વીડિયો ડિલિટ કરવાના નામે ફરી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને વધુ રૂપિયાની માગણી કરી હતી. જેથી પરિણીતાએ આખરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા આશિષ જૈનને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...